અપડેટ@હરિયાણા: હિંસા પર સુપ્રીમ કોર્ટે પોલીસને આપી ચેતવણી, નોટિસ ફટકારી શું કહ્યું ?

 
Supereme Court

અટલ સમાચાર, ડેસ્ક

હરિયાણાના નૂંહ જિલ્લામાં ગિંસા ફેલાયા બાદ દેશના અલગ અલગ ભાગ પર બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાઢવામાં આવી રહેલી રેલીઓ રોકવાની માગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ છે, જેના પર બે જજોની પીઠે સુનાવણી કરી. આ દરમ્યાન કોર્ટે આજે થઈ રહેલી રેલી અને પ્રદર્શન પર રોક લગાવવાની ના પાડતા હરિયાણા સરકાર અને રાજ્યની પોલીસને કહ્યું કે, તે ખાતરી કરવામાં આવે કે કોઈ પણ પ્રકારની હિંસા ન થાય, કે ક્યાંય હેટ સ્પીચ ન આપવામાં આવે. સાથે જ સુપ્રીમ કોર્ટે યૂપી, હરિયાણા, દિલ્હી સરકારને પણ નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણી 4 ઓગસ્ટે કરવાનો નિર્ણય કર્યો છે.

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાની માગ થઈ હતી કે વીએચપી અને બજરંગ દળના વિરોધ પ્રદર્શનો પર રોક લગાવામાં આવે. કારણ કે તેનાથી તણાવ વધી શકે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પર જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ SVN ભટ્ટીની પીઠે સુનાવણી કરી હતી. અરજીકર્તાએ સુનાવણી દરમ્યાન કહ્યું કે, સંવેદનશીલ વિસ્તારમાં પ્રદર્શન થનારા છે, ત્યારે આવા સમયે માહોલ ખરાબ થઈ શકે છે. તો વળી સુપ્રીમ કોર્ટે ASGને નિર્દેશ આપ્યા છે કે એ ખાતરી કરવામાં આવે કે પ્રદર્શન દરમ્યાન કોઈ ભડકાઉ ભાષણ અથવા હિંસા ન થાય.

સુપ્રીમ કોર્ટે ASGને નિર્દેશ આપ્યા છે કે ત્યાં સીસીટીવી લગાવવામાં આવે અને રેકોર્ડિંગ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે સરકારને ચેતવણી આપતા કહ્યું કે, ખાતરી કરો કે ન હિંસા થાય, ન હેટ સ્પીચ આપે.સુરક્ષાના તરત ઉપાય કરવામાં આવે. સંવેદનશીલ વિસ્તારમાં વધારે પ્રીકોશન લાવવામાં આવે. વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કાયદો વ્યવસ્થા ચૂસ્ત કરવાનું કામ પોલીસનું છે. અરજીકર્તા સૂયી સિંહે કહ્યું કે, આજે ચાર કલાકે એક મહાપંચાયત થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમને અખબારથી જાણવા મળ્યું છે કે, હરિયાણામાં હિંસા થઈ છે.