ટેકનોલોજી@દેશ: ટાટાની નવી ઈલેક્ટ્રિક સાઈકલ થઈ લોન્ચ, ફિચર અને કિંમતમાં બની શકે તમારી પસંદ

આ ઈલેક્ટ્રિક સાઈકલની કિંમત 26 હજાર 995 રૂપિયા નક્કી કરવામાં આવી છે
 
ટેકનોલોજી@દેશ: ટાટાની નવી ઈલેક્ટ્રિક સાઈકલ થઈ લોન્ચ, ફિચર અને કિંમતમાં બની શકે તમારી પસંદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ટાટા કંપનીએના  સંશોધનો માટે ખુબજ જાણીતી છે.તે કેટલાય શંસોધન કરીને નવા-નવા સાધનો બહાર પાડે છે. આ કંપની  સસ્તા ને સારા સાધનોની શોધ કરતી હોય છે.આવાજ લોકો માટે નવીન શોધમાં તે સાયકલ લાવી છ.સાયકલ ચલાવાથી લોકોનું સ્વાથ્ય સારું રહે છે.રોજીદા જીવનમાં લોકો સાયકલનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો શોખ માટે તો કેટલાક લોકો કસરત માટે પણ તેનો ઊપયોગ કરતા હોય છે.ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડની કંપની સ્ટ્રાઈડરએ ભારતીય બજારમાં ગ્રાહકો માટે એક નવી ઈલેક્ટ્રિક સાઈકલ લોન્ચ કરી છે, આ ઈલેક્ટ્રિક સાઈકલનું નામ Zeeta Plus છે. કંપનીએ આ બાઇકને પાવરફુલ બેટરી અને સારા દેખાવ સાથે લોન્ચ કરી છે. એકવાર ફુલ ચાર્જ કર્યા પછી આ સાયકલ કેટલી ચાલશે અને આ સાયકલની કિંમત કેટલી આટલી હશે. આ ઈલેક્ટ્રિક સાઈકલની કિંમત 26 હજાર 995 રૂપિયા નક્કી કરવામાં આવી છે, તમને જણાવી દઈએ કે આ આ સાઈકલની પ્રારંભિક કિંમત છે, એટલે કે આ સાઈકલ મર્યાદિત સમય માટે આ કિંમતમાં વેચવામાં આવશે. આ પછી આ બાઇકની કિંમત લગભગ 6 હજાર રૂપિયા વધી શકે છે. જો તમે પણ આ ઈલેક્ટ્રિક સાઈકલ ખરીદવા ઈચ્છો છો તો જણાવી દઈએ કે તેને કંપનીની ઓફિશિયલ સાઈટ પરથી ખરીદી શકાય છે.

ઇલેક્ટ્રિક સાયકલ 36-V/6 AH બેટરી દ્વારા સંચાલિત છે જે 216 Wh પાવર જનરેટ કરવાનો દાવો કરવામાં આવે છે. કંપનીનો દાવો છે કે આ સાયકલ દ્વારા ગ્રાહકોને તમામ પ્રકારની રસ્તાની સ્થિતિમાં આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે.લોકોની જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ સાઈકલની ટોપ સ્પીડ પેડલ ચલાવ્યા વગર 25kmph હશે અને એકવાર આ સાઈકલની બેટરી ફુલ ચાર્જ થઈ જાય તો આ સાઈકલ 30km સુધીની રેન્જ આપશે.ચાર્જિંગ સમય વિશે વાત કરીએ તો, આ સાયકલની બેટરીને સંપૂર્ણ ચાર્જ થવામાં 3 થી 4 કલાકનો સમય લાગશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપનીએ બાઇકના આગળ અને પાછળના બંને ભાગમાં ડિસ્ક બ્રેક્સ આપ્યા છે.કંપનીનું કહેવું છે કે આ ઈલેક્ટ્રિક સાઈકલને ચાર્જ કરવામાં જેટલી વીજળીનો વપરાશ થશે તેના પર આ સાઈકલની રનિંગ કોસ્ટ 10 પૈસા પ્રતિ કિલોમીટર હશે.