ટેકનોલોજી@દેશ: ફેસબુક, ઈન્સ્ટાગ્રામમાં હવે પસંદગીનું સુપર કન્ટેન્ટ જોવા મળશે, સુધારો આવ્યો
- મેટાએ આ સમજાવવા માટે 22 ઇન્સ્ટ્રક્શનલ કાર્ડ્સ શૅર કર્યાં છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મેટાએ પોતાના યૂઝર્સને હોમ પેજ પર દેખાડવામાં આવતા કન્ટેન્ટને પારદર્શી બનાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે.ફેસબુક, ઈન્સ્ટાગ્રામ કે ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને વધુ સારા યૂઝર્સ એક્સપીરિયન્સ માટે એઆઇ અલ્ગોરિધમમાં બદલાવ આવ્યા કરતો હોય છે. જોકે યૂઝર્સ માટે આ એક કોયડાસમાન હોય છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ જણાવ્યું હતું કે તે તેમની એઆઇ અલ્ગોરિધમને લઇને પારદર્શિતા રાખશે. જે માટે કંપની યૂઝર્સને સમજાવશે કે તેમનું એઆઇ અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે. જેથી યૂઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઇ પણ પોસ્ટ કરતાં પહેલાં સમજી શકે કે તેમની પોસ્ટની રિચ કેવી રીતે વધી શકે છે કે અને કેવી રીતે ઘટી શકે છે! મેટાએ આ સમજાવવા માટે 22 ઇન્સ્ટ્રક્શનલ કાર્ડ્સ શૅર કર્યાં છે, જેમાં એઆઇ ડ્રિવન કન્ટેન્ટ કંટ્રોલ મેકેનિઝમને ફેસબુક અને મેટાના કર્મચારીઓને મોકલવામાં આવ્યું છે. જ્યારે થોડા સમય બાદ મેટા યૂઝર્સને પણ જણાવશે કે તેઓ કેમ કોઇ આર્ટિકલ જોઇ રહ્યા છે, જેથી તેમના હોમ પેજ પર જોવાવાળા કન્ટેન્ટ્સ અને યૂઝરબેઝની સમજ થઇ શકે.