ટેકનોલોજી@નાસા: ચેટ જીપીટી જેવા એઆઇ ચેટબોટ લાવવા તૈયારી, જાણો અમેરિકાની વધુ વાતો

ચેટબોટ અંતરિક્ષયાત્રીઓ અને સ્પેસક્રાફ્ટની વચ્ચે સંપof બનાવી રાખવામાં વિશેષ મદદ કરશે

 
ટેકનોલોજી@નાસા: ચેટ જીપીટી જેવા એઆઇ ચેટબોટ લાવવા તૈયારી, જાણો અમેરિકાની વધુ વાતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નાસાએ ચેટજીપીટી જેવા એઆઇ ચેટબોટ લાવવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ ચેટબોટ અંતરિક્ષયાત્રીઓ અને સ્પેસક્રાફ્ટની વચ્ચે સંપof બનાવી રાખવામાં વિશેષ મદદ કરશે.અંતરિક્ષમાં ગુમ થયા બાદ સ્પેસક્રાફ્ટથી કોમ્યુનિકેશન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, ચેટજીપીટી પાછલા કેટલાક મહિનાથી ખૂબ જ ચર્ચામાં છે. ઓપન એઆઇના આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ ટૂલને મોટી ટેક્નોલોજી કંપનીઓને એઆઇ ચેટબોટ ડેવલપ કરવા માટે પણ મજબૂર કરી દીધા છે. હવે દુનિયાની સૌથી મોટી સ્પેસ એજન્સી નાસા પણ ચેટજીપીટી જેવા એઆઇ ટૂલને ડેવલપ કરવામાં અગ્રેસર બની રહી છે. જેથી તે એસ્ટ્રોનોટ્સથી અંતરિક્ષમાં કોમ્યુનિકેશન કરી શકે. જોકે, સ્પેસ એજન્સી તરફથી આ વિશે વિસ્તૃતમાં જાણકારી મળી નથી. નોંધનીય છે કે, નાસાનું આ એઆઇ ટૂલ અંતરિક્ષયાત્રીઓને નેચરલ ડાયલોગ્સ દ્વારા કમ્યુનિકેટ કરશે અને લાંબા ઉપરાંત જટિલ ઈન્સ્ટ્રક્શન્સને ખૂબ જ સરળ બનાવી દેશે. નાસાનું આ આર્ટિફિશિયલ એઆઇ ચેટબોટ કોઇ સાયન્સ-ફિક્શન મૂવીઝ અને સ્ટોરીની જેમ જ હશે. આ કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં એક વિશેષ પ્રકારનું અકલ્પનીય ડેવલપમેન્ટ રહેશે, જેમાં સ્પેસક્રાફ્ટ અને પાઇલટની સાથેસાથે આ ચેટબોટ પણ ખૂબ જ સરળતાથી સંપof સાધી શકશે.