ટેકનોલોજી@દેશ: ઈન્સ્ટાગ્રામે નવી થ્રેડસ એપ લોન્ચ કરી, જાણો કેમ જરૂર પડી આ એપ્લિકેશનની
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેટલાંક દિવસોથી ઈન્સ્ટ્રાગ્રામના નવા એપને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ઈન્સ્ટ્રાગ્રામની થ્રેડસ એપ પોપ્યૂલર માઈક્રો બ્લોમીંગ પ્લેટફોર્મ ટવીટર તરીકે લોંચ કરવામાં આવ્યુ છે.ટવીટરની રાઈવલ (હરીફ) એપ લોંચ કરવાની સાથે જ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે ઈન્સ્ટ્રાગ્રામનો બહેતર ઉપયોગ કરવાની સાથે આ પ્રકારની એપને ટેકસ્ટ વિચારોને શેર કરવાનો નવો એકસપિરીયન્સ માનવામાં આવી શકે છે.
યુઝર્સનાં માઈન્ડમાં શું ચાલી રહ્યું છે. તે તેને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર શેર કરી શકે તે માટે યુઝર્સને એક ફ્રેન્ડલી કોમ્યુનીટીની જરૂરત હતી. આ એપના ઉપયોગ આઈઓએસ અને એન્ડ્રોઈડ યુઝર્સ કરી શકશે. થ્રેડસ એપનો ઉપયોગ 100 થી વધુ દેશોમાં કરી શકાશે આ એપ ગુગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે. આ એપનો ઉપયોગ કરવા માટે ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ હોવુ જરૂરી છે. યુઝર પોતાના ઈન્સ્ટાગ્રામ માપનો ઉપયોગ થ્રેડસ એપ પર કરી શકશે.