ટેકનોલોજી@મોબાઈલ: વિદેશમાં સિમની ઝંઝટ ખતમ:હવે ઘરેથી જ eSIM ચાલુ કરીને જાવ

ઘરનો નંબર ચાલુ રાખો, પણ ડેટા રોમિંગ બંધ કરો, 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વિદેશ ફરવા જતી વખતે સૌથી મોટી માથાકૂટ એરપોર્ટ પર ઉતર્યા પછી સિમ લેવાની હોય છે. લાંબી લાઈન, મોંઘા પ્લાન, ડોક્યુમેન્ટની ઝંઝટ અને ભાષાની તકલીફ. હવે eSIM ટેક્નોલોજીથી આ બધી ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ છે.

ફ્લાઈટમાં બેસતા પહેલા જ ફોનમાં eSIM ઇન્સ્ટોલ કરી દો, એટલે વિદેશમાં લેન્ડ થતા જ નેટ ચાલુ થઈ જશે.

*જાણો 5 મહત્ત્વની બાબતો:*

*1. ફોન eSIM સપોર્ટ કરે છે કે નહીં, પહેલા ચેક કરો*

ફોનમાં *#06# ડાયલ કરો. જો 32 આંકડાનો EID નંબર દેખાય તો સમજો તમારો ફોન eSIM સપોર્ટ કરે છે. iPhone XS થી ઉપરના મોટાભાગના મોડલ અને નવા Android ફોનમાં આ સુવિધા મળે છે.

*2. ફોન અનલોક હોવો જરૂરી છે*

જો ફોન કોઈ કંપનીના EMI કે લોક પર હોય તો બીજી કંપનીનું eSIM ચાલશે નહીં. ટ્રીપ પર જતા પહેલા જ કંપની પાસેથી ફોન અનલોક કરાવી લો.

*3. ઘરના Wi-Fi પર જ eSIM ઇન્સ્ટોલ કરો*

એરપોર્ટના Wi-Fi પર નહીં, ઘરના Wi-Fi પર જ QR કોડ સ્કેન કરીને eSIM ઇન્સ્ટોલ કરો. પ્લાન તો તમે જે દેશમાં ઉતરશો ત્યારથી જ શરૂ થશે, એટલે વહેલા ઇન્સ્ટોલ કરવાથી પૈસા કપાશે નહીં.

*4. ઘરનો નંબર ચાલુ રાખો, પણ ડેટા રોમિંગ બંધ કરો*

બેંક OTP, UPI અને WhatsApp માટે ઘરનો નંબર ચાલુ રાખો. પણ ઘરના સિમનું ડેટા રોમિંગ OFF કરી દો. નહીંતર હજારો રૂપિયાનું બિલ આવી જશે.

*5. લેન્ડ થતા જ આ એક સેટિંગ કરો*

વિદેશમાં ઉતર્યા પછી Settings > Mobile Data માં જઈને Travel eSIM સિલેક્ટ કરો અને તેનું Data Roaming ON કરો. 1-2 મિનિટમાં નેટવર્ક આવી જશે અને મેપ, કેબ, મેસેજ બધું ચાલુ થઈ જશે.

*નિષ્ણાતની સલાહ:* મલ્ટી-કન્ટ્રી ટ્રીપ હોય તો એક જ રિજનલ eSIM લો, દરેક દેશમાં નવું સિમ લેવાની જરૂર નહીં પડે. અને ઓફલાઈન મેપ પહેલેથી ડાઉનલોડ કરીને રાખો.