વાતાવરણ@દેશ: 3 રાજ્યોમાં તાપમાન 0ºથી નીચે પહોચ્યું, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં શિયાળાની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં તાપમાન 0 ડિગ્રીથી નીચે ગગડ્યું છે. હિમાચલમાં પણ આજે હિમવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે તાપમાન હજુ વધુ ઘટી શકે છે.
પંજાબ-હરિયાણામાં પણ ઠંડીના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ચંદીગઢમાં તાપમાન 0.8 ડિગ્રી નોંધાયું હતું. પંજાબના આદમપુર વિસ્તારમાં પારો 1.8 ડિગ્રી નોંધાયો હતો. પંજાબમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. અમૃતસર, તરનતારન, ભટિંડા, લુધિયાણા અને બરનાલામાં 100 મીટર પર વિઝિબિલિટી નોંધાઈ હતી.
હિમવર્ષા અને તીવ્ર ઠંડીની સાથે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદનું એલર્ટ પણ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશના 6 જિલ્લાઓમાં આજે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તેમજ, આવતીકાલથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ પડવાની શક્યતા છે.