નિર્ણયઃ વર્ષ 2021 ના અંતિમ દિવસે લેવાયો મોટો નિર્ણય, કાપડ પર 5 ટકા યથાવત રહેશે જીએસટી

જીએસટી કાઉન્સિલ પહેલાં  નિર્ણય લેવામાં આવ્યો હતો કે એક જાન્યુઆરી 2022 થી ટેક્સટાઇલ ઉત્પાદનો પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવી શકે છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


આજે વર્ષ 2021 ના અંતિમ દિવસે 31 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યાથી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલ (GST Council) ની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી પરિષદની 46મી મીટિંગમાં કાપડ પર જીએસટી રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.  

જીએસટી કાઉન્સિલ પહેલાં  નિર્ણય લેવામાં આવ્યો હતો કે એક જાન્યુઆરી 2022 થી ટેક્સટાઇલ ઉત્પાદનો પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવી શકે છે. રાજ્ય સરકરો અને ટેક્સટાઇલ-ફૂટવેર ઇંડસ્ટ્રી જીએસટી રેટ વધારવાનો વિરોધ કરી રહી હતી. જોકે આજે જીએસટી પરિષદની બેઠકમાં કપડાં અને ફૂટવેર પર જીએસટીને 5 ટકા યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

નાણામંત્રી નિર્મલા સીતરમણની અધ્યક્ષતામાં દેશની રાજધાની દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની 46મી બેઠકમાં સસ્તા કપડાં પર જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવા પર સહમતિ બની શકી નથી. જેથી આમ આદમીને મોટી રાહત મળશે. નવા વર્ષમાં રેડીમેડ ગારમેન્ટ્સ હવે મોંઘા નહી થાય. 

આ બેઠકમાં તમિલનાડુના નાણામંત્રીએ કહ્યું કે ટેક્સટાઇલ પર જીએસટી દર વધારવાના પ્રસ્તાવાને અત્યારે લાગૂ કરવાનો યોગ્ય સમય નથી. કારણ કે કોરોના મહામારી હજુ યથાવત છે. ટેક્સટાઇલ્સ ઇંડસ્ટ્રી હજુ સંકટમાંથી બહાર આવી નથી. તમને જણાવી દઇએ કે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ ટેક્સ પર તમામ નિર્ણય જીએસટી કાઉન્સિલ લે છે. બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણામંત્રી કરે છે. સાથે જ રાજ્યોને નાણામંત્રી પણ તેમાં ભાગ લે છે.