વેપાર@દેશ: સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, કેટલું સસ્તું થયું ?
છેલ્લા 15 દિવસમાં તે 5,737 રૂપિયા સસ્તું થયું, ચાંદી 87,558 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના - ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળતો જ હોય છે. આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ. 1,316 ઘટીને રૂ. 73,944 થયો છે. અગાઉ તેની કિંમત 75,260 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી.
ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો હતો. તે રૂ. 2,189 ઘટીને રૂ. 87,558 પ્રતિ કિલોગ્રામ થયો છે. અગાઉ ચાંદી 89,747 રૂપિયા હતી. તેમજ, 23 ઓક્ટોબરના રોજ ચાંદીએ રૂ. 99,151 અને 30 ઓક્ટોબરના રોજ સોનું રૂ. 79,681 ઓલ ટાઈમ હાઈ પર હતી.
છેલ્લા 15 દિવસમાં 24 કેરેટ સોનું 5,737 રૂપિયા (7%) પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. 30 ઓક્ટોબરે 24 કેરેટ સોનું 79,681 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે હતું, જે હવે ઘટીને 73,944 રૂપિયા પર આવી ગયું છે. જ્યારે 23 ઓક્ટોબરે ચાંદી 99,151 રૂપિયા પર પહોંચી ગઈ હતી, જે હવે 87,558 રૂપિયા પ્રતિ કિલો છે.