વેપાર@દેશ: સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુના ઘટાડો થયો અને નિફ્ટી 200 પોઈન્ટ

અદાણી પોર્ટ્સના શેરમાં ઘટાડો છે. જ્યારે આજે આઈટી શેરમાં તેજી જોવા મળી રહી છે.
 
 વેપાર@દેશ: બજારમાં સતત ચોથા દિવસે ઘટાડો,સેન્સેક્સ 221.09 પોઈન્ટ ઘટીને 66009.15 પર બંધ થયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શેરબજારમાં તેજી અને મંદી આવતી હોય છે. આજે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 76,800ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટીમાં લગભગ 200 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 23,300ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં ઘટાડો અને 5માં તેજી જોવા મળી રહીછે. આજે બેંકિંગ અને ઓટો શેર્સમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી પોર્ટ્સના શેરમાં ઘટાડો છે. જ્યારે આજે આઈટી શેરમાં તેજી જોવા મળી રહી છે.

એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ 0.83% અને કોરિયાનો કોસ્પી 0.19%ની તેજી છે. તેમજ, ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં 0.14%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. 20 નવેમ્બરના રોજ, યુએસ ડાઓ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.32%ના ઉછાળા સાથે 43,408 પર અને S&P 500 0.002% વધીને 5,917 પર બંધ થયો. નેસ્ડક 0.11% ગગડીને 18,966 પર બંધ થયો હતો. NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII) એ 19 નવેમ્બરે ₹3,411 કરોડના શેર વેચ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ ₹2,783 કરોડના શેર ખરીદ્યા હતા.

ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં થયેલી સુનાવણીમાં ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ આપવાનો આરોપ લાગ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ સૌર ઊર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને $250 મિલિયનની લાંચ આપવાનું વચન આપ્યું હતું. આ સમાચાર બાદ અદાણી ગ્રુપના તમામ 10 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.