દેશઃ સતત વધતી મોંઘવારી પર નિયંત્રણ મેળવવા માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો

નાણા મંત્રાલયે એક આદેશ જાહેર કરીને કોમોડિટી એક્સચેન્જમાં ઘઉં, ચણા, ચોખા, સરસિયુ, સોયાબીન, પામ ઓઈલ અને મગના વાયદા પર એક વર્ષ સુધી પ્રતિબંધ લગાવ્યો છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


મોંઘવારી ઓછી કરવા 7 ખાદ્ય વસ્તુઓના વાયદા બજાર પર પ્રતિબંધ લગાવ્યો. દેશમાં સતત વધતી મોંઘવારી પર નિયંત્રણ મેળવવા માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયે એક આદેશ જાહેર કરીને કોમોડિટી એક્સચેન્જમાં ઘઉં, ચણા, ચોખા, સરસિયુ, સોયાબીન, પામ ઓઈલ અને મગના વાયદા પર એક વર્ષ સુધી પ્રતિબંધ લગાવ્યો છે. નાણા મંત્રાલયે SEBIને આ આદેશ જાહેર કરવા કહ્યું છે. આ યાદીમાં ચણા અને સરસિયાના બીજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, કન્ઝ્યુમર ઈન્ફ્લેશન 3 મહિનાની ઉચ્ચ સપાટીએ છે. કન્ઝ્યુમર ઈન્ફ્લેશનનો દર 4.91 ટકા થઈ ગયો છે. જ્યારે હોલસેલ ઈન્ફ્લેશન (જથ્થાબંધ મોંઘવારી) દર 12 વર્ષની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. જથ્થાબંધ મોંઘવારી દર 14.23 ટકા નોંધાયો છે. આમ વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ આદેશ એક વર્ષ માટે લાગુ કરવામાં આવશે. નોંધનીય છે કે, હોલસેલ મોંઘવારી દર 14.23 ટકાને પાર થઈ ગયો છે અને આ વધતી જતી મોંઘવારીમાં સૌથી વધારે ભાવ ખાદ્ય તેલના વધ્યા છે. આ સિવાય પેટ્રોલ અને ડિઝલ મોંઘા થવાના કારણએ ઘઉ, ચોખા અને મગના ભાવ પણ નોંધપાત્ર વધ્યા છે. ખાદ્ય વસ્તુઓમાં મોંઘવારી વધવાનું એક કારણ Future exchange પર થતો વેપાર પણ માનવામાં આવે છે.

વાયદા બજારમાં સ્વાભાવિક રીતે કાલ્પનિક રીતે ખાદ્ય વસ્તુઓના ભાવ વધારી દેવામાં આવતા હોય છે. તેની અસર બજાર પર પડે છે અને જનતાને ખાવા-પીવાની ચીજ વસ્તુઓ મોંઘી પડે છે. આ જ મોંઘવારી પર નિયંત્રણ મેળવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. વાયદા બજારમાં આ કોમોડિટીની વસ્તુઓનો વેપાર બંધ થશે તો મોંઘવારી પર નિયંત્રણ મેળવી શકાશે.