નિર્ણય@દેશ: વાહનચાલકો જાણો! હવે સીધો મોબાઇલ પર જ આવશે ઇ-મેમો, નિયમોના પાલનમાં સરકાર કડક

  • ટ્રાફિક નિયમનો ભંગ કર્યો તો મેમો મોબાઈલ પર આવશે
 
ગુજરાત: આજથી ટ્રાફિક નિયમોનો અમલ શરૂ, જો તોડશો તો આટલો દંડ થશે!

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

  • હવેથી ટ્રાફિક મેમો મોબાઈલ પર આવશે
  • વન નેશન વન ચલાનથી મેમો સિસ્ટમ સંપૂર્ણ ઓનલાઈન
  • 90 દિવસમાં દંડ નહી ભરાય તો નેશનલ નેટવર્કમાં નોંધ થશે

કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન, વન ચલાન યોજના અમલમાં મુકાવામાં આવી છે.

જો હવે કોઈ વાહનચાલક ટ્રાફિક નિયમો તોડશે તો તેમના મોબાઈલ ફોન પર મેમો મોકલવામાં આવશે અને આ દંડની વસુલાત ઓનલાઈન પેમેન્ટથી કરવામાં આવશે. જો કોઈ વાહન ચાલક 90 દિવસમાં આ પૈસા નહીં ભરે તો નેશનલ નેટવર્કમાં તેની નોંધ થશે.આ શહેરોમાં કરાશે યાજનાનો અમલ શરૂ
વન નેશન, વન ચલાન યોજાના રાજ્યના મોટા શહેરોમાં ટૂંક સમયમાં જ અમલી કરાશે. પ્રથમ તબક્કામાં અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરથી આ યોજનાનો ટૂંક સમયમાં અમલ શરૂ કરાશે. તો બીજા તબક્કામાં વડોદરા ઉપરાંત અન્ય શહેરોનો સમાવેશ કરાશે.મોબાઈલ ફોન પર મોકલાશે મેમો
અત્યાર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસુલવામાં આવતો હતો. આ ઉપરાંત મેમો ઘરે મોકલવામાં આવતા હવે હવે સીસીટીવીથી નિયમભંગની નોંધ કરીને મોબાઈલ ફોનથી મેમો મોકલીને દંડ ઓનલાઈન વસુલવામાં આવશે. અત્યાર સુધી ટુ વ્હીલર ચાલકોને સ્ટોપલાઈન કે સિગ્નલ ભંગ અને હેલમેટ ન પહેરવાના ત્રણ નિયમો તોડવા બદલ ઈ-મેમો મોકલવામાં આવતા હતા. હવે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 16 નિયમોના ભંગ બદલ મેમો મોકલમાં આવશે. જો કોઈ વાહનચાલકો ટ્રાફિકના નિયમો તોડશે તો જેમના નામે વાહન હશે અને જે મોબાઈલ ફોન નંબર રજિસ્ટર્ડ હશે તેના ઉપર દંડનો મેસેજ મોકલવામાં આવશે.

અત્યાર સુધી 3 નિયમ ભંગ બદલ અપાતો હતો દંડ
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તો બીજી તરફ લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકના ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે. આ માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6200 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે પહેલા માત્ર ટ્રાફિકના 3 નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા.

ટ્રાફિકના 16 નિયમ ભંગ બદલ અપાશે ચલણ