ચૂંટણી@અમેરિકા: રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રવાદી કાર્ડથી બાજી પલટી

7 મહત્ત્વનાં રાજ્યમાંથી ચારમાં કમલા હેરીસની બરાબરી કરી

 
આંતરરાષ્ટ્રીય: વર્ષના અંત સુધી અમારી પાસે હશે કોરોનાની વેક્સીન: ટ્રમ્પ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમેરિકામાં ટૂંક સમયમાં ચૂંટણી યોજવા જઈ રહી છે. પાંચ નવેમ્બરે આયોજિત અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જોરદાર ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રવાદી કાર્ડથી રાજકીય ફાયદો મળી રહ્યો છે. ટ્રમ્પ 10 દિવસમાં બાજી પલટતા 7 મહત્ત્વનાં રાજ્યોમાંથી 4માં હવે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસની બરાબરી પર આવી ગયા છે. રસપ્રદ છે કે 10 દિવસ પહેલાં ટ્રમ્પ આ તમામ 7 રાજ્યોમાં કમલા હેરિસ કરતાં પાછળ હતા. હવે કમલા માત્ર ત્રણ રાજ્યોમાં જ આગળ છે. ટ્રમ્પે હવે પોતાના કેમ્પેનને માગા (મેક અમેરિકા ગ્રેટ અગેન)ની આસપાસ જ રાખ્યું છે. પોતાની તમામ સભામાં ટ્રમ્પ રાષ્ટ્રવાદી મુદ્દાને ઉછાળી રહ્યા છે. અમેરિકાનાં 7 મહત્ત્વપૂર્ણ રાજ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારના નસીબનો નિર્ણય કરે છે. જેમાં જીતનાર રાષ્ટ્રપતિ બને છે.


ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી હવે મોટી સભાઓ પર જોર આપી રહી છે. આ પહેલાં ટ્રમ્પ નાની સભાઓ કરી રહ્યા હતા. ટ્રમ્પ પોતાના ગૃહ જિલ્લા ફ્લોરિડામાં અપાર જનસમર્થન બાદ હવે પૂરા દેશમાં આગામી 60 દિવસ દરમિયાન 120 મોટી સભા કરશે. , ટ્રમ્પ સતત કમલા હેરિસને કમ્યુનિસ્ટ બતાવીને અમેરિકન મિડલ ક્લાસને પોતાની તરફ ખેંચી રહ્યા છે. ટ્રમ્પ મિડલ ક્લાસને વધુ ટેક્સનો ખતરો બતાવે છે. તેમનો દાવ સફળ થઇ રહ્યો છે.


ટ્રમ્પ અને કમલા વચ્ચે પહેલી પ્રેસિડેન્શિયલ ડીબેટ 10 સપ્ટેમ્બરે ABC ન્યૂઝ ચેનલ પર થશે. તેમાં બંને ઉમેદવારોના પ્રદર્શન બાદ અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીની તસવીર સ્પષ્ટ થઇ જશે. કારણ કે ત્યારબાદ બંને વચ્ચે કોઇ ડીબેટ થશે નહીં. ગત જૂનમાં ટ્રમ્પ અને તત્કાલીન ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેનની વચ્ચે થયેલી ડીબેટમાં બાઇડેન હારી ગયા હતા ત્યારબાદ જ બાઇડેનને રેસમાંથી પીછેહઠ કરવી પડી હતી.


ટ્રમ્પની રણનીતિ કમલા પર અંગત પ્રહારોને વધુ તેજ કરવાની છે. તેઓ કમલાને અશ્વેત મુદ્દે ઘેરી ચૂક્યા છે. જાણકારો અનુસાર કમલાને ઑક્ટોબર સરપ્રાઇઝ પણ આપશે. એટલે કે નવેમ્બરમાં વોટિંગ પહેલાં કમલા વિરુદ્ધ મોટો વ્યક્તિગત પ્રહાર કરશે. કમલા હેરિસ હવે પોતાને મધ્યમવર્ગની હિતેચ્છુ સાબિત કરવાની રણનીતિ પર કામ કરી રહ્યાં છે. પેન્સિલ્વેનિયાની સભામાં કમલાએ ટેક્સમાં કાપની મોટી જાહેરાત કરી હતી. કમલાની નજર હવે 66% મિડલ ક્લાસ વોટરો પર છે.