મનોરંજન@મુંબઈ: ફિલ્મ 'ભુલભુલૈયા 3' સિનેમાઘરોમાં 1 નવેમ્બરના રોજ રિલીઝ થશે

માધુરી-વિદ્યાની ગજબ જુગલબંધીએ ચાર ચાંદ લગાવ્યા, આઇકોનિક પર્ફોર્મન્સે ચાહકોનાં દિલ જીત્યા

 
મનોરંજન@મુંબઈ: ફિલ્મ 'ભુલભુલૈયા 3' સિનેમાઘરોમાં 1 નવેમ્બરના રોજ રિલીઝ થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ફિલ્મ 'ભુલભુલૈયા 3' સિનેમાઘરોમાં 1 નવેમ્બરના રોજ રિલીઝ થશે. એ દરમિયાન એનું આઇકોનિક સોન્ગ 'આમી જે તોમાર' આખરે નિર્માતાઓ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. ચાહકો આ ગીતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે એમાં વિદ્યા અને માધુરીએ સાથે ડાન્સ કર્યો છે. પ્રથમ 'ભુલભુલૈયા'માં વિદ્યાએ આમી જે તોમાર પર ડાન્સ કરીને બધાનું દિલ જીતી લીધું હતું, જ્યારે 'ભુલભુલૈયા 2'માં કાર્તિક આર્યન સોલો અને તબ્બુએ ડબલ રોલમાં ગીત પર્ફોર્મ કર્યું હતું. હવે વિદ્યાની સાથે માધુરીએ પણ આ આઇકોનિક ગીતમાં પર્ફોર્મ કર્યું છે.

'ભુલભુલૈયા'ની પહેલી ફિલ્મમાં વિદ્યા બાલન આ આઇકોનિક ગીતમાં ડાન્સ કરતી જોવા મળી હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. 'ભુલભુલૈયા 2'માં કાર્તિક આર્યને આ ગીત પર ડાન્સ કરીને દર્શકોનાં દિલ જીતી લીધા હતા અને દર્શકોને પણ અરિજિતના અવાજમાં આ ગીત ખૂબ પસંદ આવ્યું હતું. તબ્બુએ પણ આ ગીત પર ડબલ રોલમાં ડાન્સ કર્યો હતો. હવે 'ભુલભુલૈયા 3'માં આ ગીત પર બે મંજુલિકા જોવા મળી હતી. આ ફિલ્મમાં માધુરીને બીજી મંજુલિકા તરીકે બતાવવામાં આવી છે. આ ગીતમાં વિદ્યા અને માધુરીની જુગલબંધી પણ જોવા મળી હતી. શ્રેયા ઘોષાલના અવાજમાં આ ગીત દર્શકોને પસંદ આવ્યું છે, જ્યારે વિદ્યા અને માધુરીનો અભિનય પણ અદભુત છે.

લોકો આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક ચાહકે કહ્યું - બધું બાજુ પર મૂકીને હું વિદ્યાને જોઈને ખુશ છું, તેણે પોતાનું વજન આશ્ચર્યજનક રીતે ઘટાડ્યું છે, તે એક યુવાન વિદ્યા જેવી દેખાઈ રહી છે. જ્યારે કેટલાકે કહ્યું છે - તેઓ AI જેવાં કેમ દેખાય છે, તેના ચહેરાને શું થયું છે? ઘણા લોકોએ કહ્યું છે કે માધુરી વિદ્યાની સામે નિસ્તેજ લાગે છે.

ભુલભુલૈયા 3 દિવાળીના તહેવાર પર એટલે કે 1લી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને અનીસ બઝમીએ ડિરેક્ટ કરી છે અને કાર્તિક આર્યન, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત, તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય વિજય રાજ, રાજપાલ યાદવ અને સંજય મિશ્રા જેવા કલાકારો સહાયક ભૂમિકામાં છે.