ફિલ્મ@કેરળ: અભિનેત્રીને જોઈને ફેન થયો બેકાબુ સુરક્ષા તોડીને તમન્ના ભાટિયા સુધી પહોંચ્યો ફેન,જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
- સિક્યોરિટી બેરીકેટ્સ ઓળંગીને એક્ટ્રેસને મળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
તમન્ના ભાટિયા એ બોલીવુડનિ ખુબજ જાણીતી અભિનેત્રી છે. 'બાહુબલી'થી 'જેલર' જેવી ફિલ્મો માટે જાણીતી તમન્ના ભાટિયાને મળવા માટે એક ચાહકે તમામ હદ વટાવી દીધી હતી. તે સિક્યુરિટી ગાર્ડનો કોર્ડન તોડીને અભિનેત્રીની નજીક પહોંચ્યો અને તેનો હાથ પણ પકડી લીધો.આ દરમિયાન અભિનેત્રી પણ અચાનક ડરી ગઈ હતી. તરત જ સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને પકડી લીધો. બીજી તરફ તમન્ના ભાટિયાએ જે રીતે ફેન્સ અને પરિસ્થિતિને હેન્ડલ કરી છે તે જોયા બાદ ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.તમન્ના ભાટિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જ્યાં એક ચાહક તેને મળવા માટે સિક્યોરિટી બેરીકેટ્સ ઓળંગીને એક્ટ્રેસની નજીક પહોંચી ગયો હતો. પ્રશંસકે અભિનેત્રીનો હાથ પણ પકડી લીધો અને સેલ્ફી લેવા માટે વિનંતી કરવા લાગ્યા.વીડિયો કેરળમાંથી સામે આવ્યો છે
હાલમાં જ તમન્ના ભાટિયા એક કાર્યક્રમ માટે કેરળ પહોંચી હતી. આ વીડિયો પણ અહીંથી સામે આવ્યો છે. લગભગ 20 સુરક્ષાકર્મીઓ, પોલીસ અને મીડિયાકર્મીઓની વચ્ચે એક ચાહક અચાનક ધસી આવ્યો. તેણે અભિનેત્રી સાથે હાથ મિલાવ્યા. થોડી જ વારમાં સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને પકડી લીધો અને તેને લઈ ગયા.
ફેનને નજીક બોલાવ્યો અને સેલ્ફી ક્લિક કરી
તે જ સમયે, તમન્ના ફેન્સ પર ગુસ્સે ન થઈ. ઉલટાનું તેઓએ સુરક્ષાકર્મીઓને જ રોક્યા. આ પછી અભિનેત્રીએ ફેન્સને શાંત કર્યા. તેણે ફેન સાથે હાથ મિલાવ્યો અને વ્યક્તિ સાથે સેલ્ફી પણ લીધી. એક્ટ્રેસની આ સ્ટાઈલ જોઈને બધા તેના વખાણ કરવા લાગ્યા.
તમન્ના ભાટિયા અને રજનીકાંતની 'જેલર'
તમન્ના ભાટિયા ટૂંક સમયમાં સુપરસ્ટાર રજનીકાંત સાથે 'જેલર'માં જોવા મળશે, જેમાં મોહનલાલ, શિવરાજ કુમાર યોગી બાબુ અને જેકી શ્રોફ પણ છે. આ ફિલ્મ 10 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું ગીત 'કવાલા' ખૂબ જ લોકપ્રિય થયું હતું, જેમાં તમન્ના આઈટમ નંબર જોવા મળી હતી.