રમત@દેશ: સિડનીના ઓલિમ્પિક સ્ટેડિયમમાં મહિલા ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ

સ્પેને મહિલા ફિફા વર્લ્ડકપનો ખિતાબ જીત્યો.
 
રમત@દેશ: સિડનીના ઓલિમ્પિક સ્ટેડિયમમાં મહિલા ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સિડનીના ઓલિમ્પિક સ્ટેડિયમમાં મહિલા ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ.વુમન્સ વર્લ્ડ કપની શરૂઆત 1991માં થઈ હતી. અમેરિકા સૌથી વધુ ચાર વાર ચેમ્પિયન બની છે.સ્પેને મહિલા ફિફા વર્લ્ડકપનો ખિતાબ જીત્યોસ્પેનની કેપ્ટન ઓલ્ગા કાર્મોનાએ 29મી મિનિટે ગોલ કર્યો હતો.સ્પેનની ટીમ પ્રથમ વખત મહિલા ફિફા વર્લ્ડકપ ચેમ્પિયન બની છે. આ ટીમ પહેલીવાર આ ટુર્નામેન્ટની ફાઈનલ રમી રહી હતી અને તેની પહેલી જ ફાઈનલમાં ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને 1-0થી હરાવીને ફિફા વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે.સ્પેનની મહિલા ટીમે પુરૂષ ટીમની કરી બરાબરી.સ્પેનની મહિલા ટીમે ફિફા વર્લ્ડકપ ટાઇટલના મામલે પોતાના જ દેશની પુરૂષ ટીમની બરાબરી કરી લીધી છે. સ્પેનની પુરૂષ ટીમે 2010માં ફિફા વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. ત્યારે હવે 13 વર્ષ બાદ મહિલા ટીમ પણ ચેમ્પિયન બની છે.

વુમન્સ ફિફા વર્લ્ડકપની વિનર્સ ટીમ

1991 - અમેરિકા
1995- નોર્વે
1999 - અમેરિકા
2003 - જર્મની
2007- જર્મની
2011 - જાપાન
2015 અમેરિકા
2019 અમેરિકા