ઘટના@દેશ: લ્યો બોલો... રાજ્યપાલને લીધા વિના જ ઉપડી ગઈ ફ્લાઇટ, જાણો શું છે સમગ્ર મામલો

 
Air asia

અટલ સમાચાર, ડેસ્ક

પ્રોટોકેલમાં ગંભીર ચૂક કરતા એરએશિયાની એક ફ્લાઈટ ગુરુવારે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહેલોતને લીધા વિના કેંપેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડી ગઈ હતી. જ્યારે રાજ્યપાલ તે સમયે એરપોર્ટની લાઉંજમાં રાહ જોઈ રહ્યા હતા. એક પોલીસ અધિકારીએ નામ નહીં જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે, રાજ્યના પ્રોટોકોલ અધિકારીઓએ હવાઈ અડ્ડામાં એક ફરિયાદ નોંધાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગહેલોતે ગુરુવાર બપોરે ટર્મિનલ 2થી હૈદરાબાદ માટે ઉડાનમાં સવાર થવાનું હતું. જ્યાંથી તેઓ એક સંમેલનમાં ભાગ લેવા માટે રોડ માર્ગે રાયચૂર જવાના હતા.

એર એશિયાની ફ્લાઈટ જેવી ત્યાં પહોંચી તેમનો સામાન વિમાનમાં રાખવામાં આવ્યો હતો. પણ કહેવાયું કે, ગહેલોતને ટર્મિનલ પહોંચવામાં થોડું મોડું થશે. વિમાન બેસવા માટે રાજ્યપાલ જ્યાં સુધી વીઆઈપી લાઉંજથી ત્યાં પહોંચે વિમાન હૈદરાબાદ માટે ઉડાન ભરી ચુક્યું હતું. રાજ્યપાલની ટીમે આ પ્રોટોકોલનું ઉલ્લંઘન ગણાવતા કેમ્પેગૌંડા આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી હતી. સૂત્રોએ જણાવ્યું કે, હૈદરાબાદ પહોંચવા માટે રાજ્યપાલને 90 મિનિટ બાદ બીજી ફ્લાઈટ લેવી પડી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિમાનના ઉડાન ભરવાના લગભગ 15 મિનિટ પહેલા જ રાજ્યપાલ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. વિમાનમાં જતાં પહેલા તેમણે ટોયલેટમાં થોડો સમય વિતાવ્યો હતો. આટલી વારમાં ફ્લાઈટનો દરવાજો બંધ થવાનો હવાલો આપતા એરલાઈનના કર્મચારીઓએ રાજ્યપાલને વિમાનમાં ચડવાની પરવાનગી આપી નહીં. ગર્વનરને મોડું થયું નહોતું અને ઉડાન ભરવામાં હજુ પાંચ મિનિટ બાકી હતી. એટીસી અને ફ્લાઈટ અટેંડેટ ગવર્નરને ફ્લાઈટમાં પ્રવેશની પરવાનગી આપી શકતા હતા. રાજ્યપાલ ગહેલોતને ગુરુવારે બપોરે ટર્મિનલ 2થી હૈદરાબાદ માટે ઉડાન ભરવાની હતી. જયાંથી તેમને એક દીક્ષાંત સમારંભમાં ભાગ લેવા માટે રોડ માર્ગે રાયચૂર જવાનું હતું.

એરએશિયાના એક નિવેદનમાં કહેવાયું છે કે, અમે આ ઘટના પર ઊંડો અફસોસ વ્યક્ત કરીએ છીએ. મામલાની તપાસ થઈ રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એરલાઈનના એક વરિષ્ઠ અધિકારીની ટીમ ચિંતાને દૂર કરવા માટે ગવર્નર કાર્યલાયના સંપર્કમાં છે. એરલાઈન્સે કહ્યું કે, બિઝનેસના સૌથી ઊંચા માપદંડો અને પ્રોટોકોલનું પાલન અમારી કટિબદ્ધ અતૂટ બનેલી છે. અમે રાજ્યપાલ કાર્યાલયની સાથે પોતાના સંબંધોને ઊંડાણપૂર્વક મહત્વ આપીએ છીએ.