ખુશખબરઃ આ રાજ્યમાં 26 જાન્યુઆરીથી 25 રૂપિયા સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ, જાણો વધુ

આ યોજના ફક્ત બીપીએલ કાર્ડ ધારકો માટે જ છે, તે સિવાયના લોકોએ તો જુના ભાવે જ પેટ્રોલ અને ડીઝલ પુરાવવાનું રહેશે. 
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં પહેલી વાર કોઈ રાજ્ય દ્વારા પેટ્રોલના ભાવમાં લોકોને આટલી મોટી રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ 100 રુપિયાની આજુબાજુ છે ત્યારે ઝારખંડ સરકારે બીપીએલ કાર્ડ ધારક લોકોને મોટી રાહત આપી છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું કે 26 જાન્યુઆરીથી  BPL કાર્ડ ધારકોને 26 રુપિયા સસ્તું પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવશે. લોકો બીએપીએલ કાર્ડ બતાવીને આ લાભ મેળવી શકે છે. જોકે આ યોજના ફક્ત બીપીએલ કાર્ડ ધારકો માટે જ છે, તે સિવાયના લોકોએ તો જુના ભાવે જ પેટ્રોલ અને ડીઝલ પુરાવવાનું રહેશે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 25 રૂપિયાનો ઘટાડો થશે. સરકારના બે વર્ષ પૂરા થવા પર સીએમ હેમંત સોરેને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવની અસર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર પડી રહી છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે અમે ગરીબ મજૂર વર્ગને 25 રૂપિયા પ્રતિ લિટરની રાહત આપવાનો નિર્ણય કર્યો છે. આ 26 જાન્યુઆરીથી અમલમાં આવશે.