ખુશખબર@દેશ: સરકાર કેન્દ્રના કર્મચારીઓના પગારમાં વધારો કરશે, જાણો ક્યારે વધશે ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સરકાર દેશના કર્મચારીઓ માટે કેટલાક મહત્વના પગલા લઇ રહી છે. તેમને મદદ થાય એ માટે કેટલાક કર્યો કરી રહી છે. કેન્દ્ર સરકાર કેન્દ્રના કર્મચારીઓને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. હોળી પહેલા દેશના લાખો કેન્દ્રીય સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. કેન્દ્ર સરકાર હોળી પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની યોજના બનાવી રહી છે. આ વધારો 4 ટકાનો વધારો હોઈ શકે છે. આ વધારા બાદ મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત (DR)માં 50 ટકાથી વધુનો વધારો થશે.
કેન્દ્ર સરકારના ઔદ્યોગિક કામદારો માટે મોંઘવારી ભથ્થું CPI ડેટાના આધારે નક્કી કરવામાં આવે છે. હાલમાં CPI ડેટાની 12 મહિનાની સરેરાશ 392.83 છે. તેના આધારે, DA મૂળ પગારના 50.26 ટકા હશે. શ્રમ મંત્રાલયનો શ્રમ બ્યુરો વિભાગ દર મહિને CPI-IW ડેટા પ્રકાશિત કરે છે.
નોંધનીય છે કે DA કર્મચારીઓ માટે છે અને DR પેન્શનરો માટે છે. દર વર્ષે, DA અને DR સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈમાં બે વાર વધારવામાં આવે છે. છેલ્લો વધારો ઓક્ટોબર 2023માં થયો હતો, જ્યારે ડીએ 4 ટકાથી વધારીને 46 ટકા કરવામાં આવ્યો હતો. વર્તમાન ફુગાવાના આંકડાઓના આધારે આગામી ડીએમાં 4 ટકાનો વધારો થવાની શક્યતા છે. જો માર્ચ મહિનામાં ડીએમાં વધારાની જાહેરાત કરવામાં આવે છે, તો તે જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. તેથી કર્મચારીઓ અને પેન્શનરોને પણ પાછલા મહિનાના લેણાં મળશે.
7મી સીપીસી DA% = છેલ્લા 12 મહિના માટે AICPI-IW (આધાર વર્ષ 2001=100) ની 12 મહિનાની સરેરાશ - 261.42}/261.42×100]. અહીં નોંધનીય બાબત એ છે કે આ ગણતરીની ફોર્મ્યુલા તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લાગુ પડે છે જેઓ 7મા પગાર પંચની ભલામણોના આધારે પગાર મેળવે છે.
જો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 4 ટકાનો વધારો થાય છે, તો કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં કેટલો વધારો થશે, ચાલો તેને એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ.
જો કેન્દ્રીય કર્મચારીનો મૂળ પગાર 53,500 રૂપિયા પ્રતિ માસ છે. આવી સ્થિતિમાં 46 ટકાના હિસાબે વર્તમાન મોંઘવારી ભથ્થું 24,610 રૂપિયા થશે. હવે જો DA વધીને 50 ટકા થશે તો આ રકમ વધીને 26,750 રૂપિયા થઈ જશે. મતલબ કે કર્મચારીના પગારમાં દર મહિને રૂ. 26,750 24,610 = રૂ. 2,140નો વધારો થશે.
કેન્દ્ર સરકારના પેન્શનધારકોને દર મહિને રૂ. 41,100નું મૂળભૂત પેન્શન મળે છે. 46 ટકા ડીઆર પર પેન્શન મેળવનારાઓને 18,906 રૂપિયા મળે છે. જો તેમનો DR 50 ટકા થશે, તો તેમને મોંઘવારીમાંથી રાહત તરીકે દર મહિને 20,550 રૂપિયા મળશે. આવી સ્થિતિમાં, જો ટૂંક સમયમાં ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવે છે, તો તેમના પેન્શનમાં દર મહિને 1,644 રૂપિયાનો વધારો થશે.