જાણવા જેવુ@દેશ: મોબાઈલ ચોરી કે ખોવાઈ જવાનું ટેન્શન ખત્મ, સરકારે લોન્ચ કર્યું પોર્ટલ, જાણો એક જ ક્લિકે

હવે ચોરી કરવામાં આવેલા મોબાઈલનો ઉપયોગ કરવો સરળ નહિ રહે.

 
અમદાવાદ: ધોરણ-12 પૂરક પરીક્ષામાં વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 ક્યારેય પણ મોબાઈલ ખોવાઈ જવા પર આપણે તેને મળવાની આશા છોડી દઈએ છીએ. કારણકે, બહુ જ ઓછા લોકો એવા હોય છે, જેમનો ખોવાઈ ગયેલો મોબાઈલ પરત મળ્યો છે. મોબાઈલ ખોવાઈ જવા પર સૌથી વધારે ચિંતાનો વિષય તેમાં ઉપલબ્ધ આપણી જાણકારી છે. આજકાલના સમયમાં સ્માર્ટફોનમાં પર્સનલ ડેટા, નેટ બેંકિંગ, યૂપીઆઈ વગેરે જેવી ઘણી જાણકારીઓ હોય છે. એવામાં ફોન ચોરી કે ખોવાઈ જવાની સ્થિતિમાં આ બધાને બ્લોક કરવા પડે છે. આ સ્થિતિથી બચવા અને લોકોની સુવિધા માટે સરકારે સાથી પોર્ટલ લોન્ચ કર્યું છે.

એવામાં જો હવે ચોરી કરવામાં આવેલા મોબાઈલનો ઉપયોગ કરવો સરળ નહિ રહે. આ પોર્ટલ પર તમે ખોવાઈ ગયેલા મોબાઈલની ફરિયાદ દાખલ કરાવી શકશો. તેની સાથે જ તેને ટ્રેક કરવામાં પણ મદદ મળશે. આ પોર્ટલ દ્વારા તમને તે પણ ખબર પડી જશે કે, એક આઈડી પર કુલ કેટલા સિમકાર્ડ જારી કરવામાં આવ્યા છે. આવો જાણીએ કેવી રીતે તમે આ પોર્ટલ પર તમારી ફરિયાદ દાખલ કરાવી શકો છો.

ફરિયાદ માટે સૌથી જરૂરી છે IMEI


ચોરીના મોબાઈલને ટ્રેક કરવા માટે તમારે મોબાઈલના IMEI નંબર જણાવવો જરૂરી હશે. જે તમને ચોરી થયેલા મોબાઈલને ટ્રેક કરીને બ્લોક કરવામાં મદદ કરશે. આ એક 15 ડિજિટનો યૂનિક નંબર હોય છે. એવામાં મોબાઈલ નેટવર્ક પ્રોવાઈડરની પાસે તમારા મોબાઈલના IMEI નંબર સુધી પહોંચ હશે. જો કોઈ બિન રજિસ્ટર્ડ મોબાઈલથી કોલ કરે છે, તો તેની ઓળખ થઈ શકશે. જો તમને લાગે છે કે, કોઈ નંબર ફ્રોડ છે, તો તમે તે નંબરને બ્લોક કરી શકો છો.

આવી રીતે કરો મોબાઈલને બ્લોક


જો તમારો મોબાઈલ ચોરી થઈ જાય તો તમે આ પોર્ટલની મદદથી તેને બ્લોક કરી શકો છો. સૌથી પહેલા તમે https://sancharsaathi.gov.in/ પર ક્લિક કરો.
આમાં Citizen Centric Servicesનો વિકલ્પ પસંદ કરો.
અહીં તમને Block Your Lost/Stolen Mobileનો વિકલ્પ મળશે.
આ વિકલ્પ પર ક્લિક કરીને મોબાઈલ સંબંધિત જાણકારી દાખલ કરો.
હવે મોબાઈલ નંબર, 15 ડિજિટનો IMEI નંબર દાખલ કરવો પડશે.
તેની સાથે જ તમારે ડિવાઈસ મોડલ અને મોબાઈલ ઈનવોઈસ પણ અપલોડ કરવું પડશે.
પછી તમારે મોબાઈલ ખોવાઈ જવાની તારીખ, સમય, જિલ્લો અને રાજ્યની જાણકારી આપવી પડશે.
તેની સાથે FIRની નકલ, પોલીસ સ્ટેશનનું લોકેશન, રાજ્ય અને જિલ્લાનું નામ દાખલ કરવું પડશે.
પછી તમારી પર્સનલ જાણકારી જેવી કે, નામ, સરનામું, ઈમેઈલ, જેવી જાણકારી આપો.
અંતરમાં Disclaimerને પસંદ કરો અને ફોર્મ સબમિટ કરી દો.
આ દ્વારા તમે ફોનને ટ્રેક કરી શકો છો.