ઘટના@જયપુર: થિયેટરમાંથી બહાર આવી પતિ ગયા સામાન લેવા, જોતજોતામાં પત્ની થઈ ગાયબ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજના યુગમાં ભાગી જવું એ સામાન્ય વાત થઇ ગઈ છે. આવીજ એક ઘટના સામે આવી છે, નવા-નવા લગ્ન કરેલા વર-વધુની.હનીમૂન દરમિયાન તેણે જયપુરના આદર્શનગર સ્થિત પિંક સ્ક્વાયર મોલમાં ફિલ્મ જોવાનો ર્નિણય કર્યો હતો. બંનેએ બપોરે ૧૨થી ૩ કલાકના શોની ટિકિટ લીધી અને ફિલ્મ જોવા પહોંચી ગયા. ત્યારબાદ કહાનીમાં ટિ્વસ્ટ આવ્યું.બન્યું એવું કે જ્યારે ફિલ્મનો પ્રથમ હાફ પસાર થયો, પતિ બહાર સામાન લેવા ગયો અને પાછળથી પત્ની ફરાર થઈ ગઈ. એટલે કે ફિલ્મના ઈન્ટરવલમાં જ્યારે પતિ ખાવા-પીવાનો સામાન લેવા ગયો તે આ તક જોઈને પત્ની ત્યાંથી ભાગી ગઈ હતી. જ્યારે પતિ સીટ પર આવ્યો તો તેની પત્ની હાજર નહોતી.થિએટર અને મોલમાં તપાસ કર્યા બાદ તે ન મળી તો પતિ પરેશાન થઈ ગયો. તેણે ફોન કર્યો તો પત્નીનો ફોન બંધ આવતો હતો. પછી પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને તેણે પત્ની ગુમ થવાનો કેસ દાખલ કરાવ્યો હતો. એક અન્ય મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વચ્ચે થિએટરમાંથી ફરાર થયેલી પત્ની જયપુરના શાહપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી.
પોલીસને જણાવ્યું કે તે લગ્નથી ખુશ નથી આ કારણેતેથિએટરમાંથીભાગીનિકળી છે. દુલ્હનના પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ શાહપુરા પોલીસે આદર્શનગર પોલીસને તેની જાણકારી આપી હતી. હાલમાં આ મામલામાં બંને પરિવારજનો કન્યાને સમજાવવામાં લાગ્યા છે.