કોરોનાને હરાવવા ભારત સરકારે લીધો મોટો નિર્ણય, સીધો ફાયદો દેશવાસીઓને

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસ સામે લડત લડી રહેલા દેશમાં હાલના સમયમાં વેન્ટિલેટર અને પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટનો સપ્લાય પૂરતા પ્રમાણમાં નથી, પણ કેન્દ્ર સરકારે તેની પણ હવે વ્યવસ્થા કરી લીધી છે. નાણા મંત્રાલયે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે હેઠળ સરકાર કોરોના સામે લડવા માટે કેટલાક વસ્તુઓની આયાત પર બેઝિક કસ્ટમ ડ્યૂટી અને હેલ્થ સેસ
 
કોરોનાને હરાવવા ભારત સરકારે લીધો મોટો નિર્ણય, સીધો ફાયદો દેશવાસીઓને

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસ સામે લડત લડી રહેલા દેશમાં હાલના સમયમાં વેન્ટિલેટર અને પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટનો સપ્લાય પૂરતા પ્રમાણમાં નથી, પણ કેન્દ્ર સરકારે તેની પણ હવે વ્યવસ્થા કરી લીધી છે. નાણા મંત્રાલયે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે હેઠળ સરકાર કોરોના સામે લડવા માટે કેટલાક વસ્તુઓની આયાત પર બેઝિક કસ્ટમ ડ્યૂટી અને હેલ્થ સેસ પર છૂટ આપશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જે આઈટમો પર બેઝિક કસ્ટમ ડ્યૂટી અને હેલ્થ સેસમાંથી છૂટ મળશે તેમાં વેન્ટિલેટર, ફેસમાસ્ક, સર્જિકલ માસ્ક, પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ, કોવિડ19 ટેસ્ટ કિટ, આ બધુ બનાવવાનો સામાન સામેલ છે. હાલ મેડિકલ ઈક્વિપમેન્ટ પર 5 ટકા હેલ્થ સેસ લાગે છે અને બેઝિક કસ્ટમ ડ્યૂટી 7.5 ટકા લાગે છે. હવે આ આઈટમો પર આગામી 30 સપ્ટેમ્બર સુધી કસ્ટમ ડ્યૂટી કે હેલ્થ સેસ ચૂકવવાના રહેશે નહીં.

દેશમાં દર વર્ષે લગભગ 39000 કરોડ રૂપિયાના મેડિકલ ડિવાઝસ ઈમ્પોર્ટ થાય છે, પરંતુ કોરોનાના સમયે એવું મહેસૂસ થઈ રહ્યું છે કે કોવિડ-19ની ટેસ્ટ બહુ ઓછા થઈ રહ્યાં છે જે દેશમાં વધારવાની જરૂર છે. જે પ્રકારે કોરોનાના કેસ વધી રહ્યાં છે તેના કારણે વેન્ટિલેટરની પણ મોટી સંખ્યામાં જરૂર પડી રહી છે. આ ઉપરાંત ડોક્ટર અને કોરોના સામે સીધી લડત લડી રહેલા હેલ્થકર્મીઓ માટે પીપીપી પણ મોટી સંખ્યામાં જરૂરી છે આથી એવો નિર્ણય લેવાયો છે કે થોડા મહિના સુધી આ વસ્તુઓ પર ડ્યૂટી અને સેસ ન લેવામાં આવે જેથી કરીને તેની અછત પૂરી કરી શકાય.