રમત@ક્રિકેટ: સેમિ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી ચુકેલી ભારતીય ટીમ ઔપચારિક મેચમાં નેધરલેન્ડ સામે ટકરાશે

 સતત આઠ વિજય સાથે સેમિ ફાઇનલમાં
 
રમત@ક્રિકેટ: સેમિ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી ચુકેલી ભારતીય ટીમ ઔપચારિક મેચમાં નેધરલેન્ડ સામે ટકરાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વર્લ્ડકપમાં સતત આઠ વિજય સાથે સેમિ ફાઇનલમાં ટોચની ટીમ તરીકે સ્થાન નિશ્ચિત કરી ચુકેલી ભારતીય ટીમ ઔપચારિક મેચમાં નેધરલેન્ડ સામે ટકરાશે. ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપમાં સારૂ પ્રદર્શન કરતા ટોચની ટીમોને હરાવી છે. બેંગલુરૂમાં બપોરે 2 વાગ્યાથી ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાશે.

ભારતીય ક્રિકેટ ટીમ સેમિ ફાઇનલ અગાઉ એકાદ-બે સ્ટાર ખેલાડીઓને આરામ આપે તેવી શક્યતા છે.

ઇન ફોર્મ બેટ્સમેન કોહલીએ શાનદાર દેખાવ કર્યો છે અને તે દિવાળીના દિવસે રેકોર્ડબ્રેકિંગ 50મી વન ડે સદી ફટકારે તેવી આશા ચાહકો રાખી રહ્યાં છે. જોકે, ટીમ ઇન્ડિયા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપે તેવી શક્યતા છે. બુમરાહની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાનો ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે. જોકે, કોચ રાહુલ દ્રવિડે સ્પષ્ટ કહ્યું છે કે અમે કોઇ પરિવર્તન કરવા અંગે વિચારતા નથી.

નેધરલેન્ડની ટીમે સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશને ચોકાવ્યું છે. એડવર્ડ્સની ટીમની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ક્વોલિફઆય થવાની આશા છે. ઓલ રાઉન્ડર બોસ ડે લીડ તેમજ ઓપનર વિક્રમજીત, નિદામાનુરૂ અને વાન બીક તેમજ મર્વ જેવા ખેલાડીઓ આગવો પ્રભાવ પાડવાનો પ્રયાસ કરશે. પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમે રહેલી ટીમનો છેક છેલ્લા સ્થાનની ટીમ સામેનો મુકાબલો સ્વાભાવિક રીતે એક તરફી રહેશે.

ભારત સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે

ભારત 15 નવેમ્બરે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમશે. બીજી સેમિ ફાઇનલ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે.

બન્ને સંભવિત ટીમ આ રીતે છે

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ કે અશ્વિન, મોહમ્મદ શમી, સિરાજ, બુમરાહ કે પ્રસિદ્ધ કૃષ્ણા

નેધરલેન્ડ: વિક્રમજીત, બારેસી, એકેરમાન, એન્જલબ્રેચ્ટ, એડવર્ડ્સ (કેપ્ટન), ડે લીડ, નિદામાનુરૂ, વાન બીક, મર્વ, દત્ત, મિકેરન.