વાતાવરણ@દેશ: હવામાન વિભાગે 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું

ધુમ્મસના કારણે કોલકાતા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 72 ફ્લાઈટ્સને અસર થઈ હતી.
 
વાતાવરણ@ગુજરાત: રાજ્યમાં વરસાદ બાદ ઠંડીનું પ્રમાણ વધ્યું, ધુમ્મસ છવાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં શિયાળાની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. ધુમ્મસના કારણે કોલકાતા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 72 ફ્લાઈટ્સને અસર થઈ હતી.

ધુમ્મસના કારણે 39 ફ્લાઈટ્સનું ટેકઓફ અને 21નું લેન્ડિંગ મોડું થયું હતું, જ્યારે 12 ફ્લાઈટ્સનો રૂટ બદલવો પડ્યો હતો. ગુરુવારે સવારે 5 વાગ્યાથી સવારે 10 વાગ્યાની વચ્ચે એરપોર્ટ પર ફ્લાઈટ ઑપરેશનને અસર થઈ હતી. આ સિવાય ગુવાહાટી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 18 ફ્લાઈટ મોડી પડી હતી.

કાશ્મીરના ગુલમર્ગ સિવાય, સમગ્ર ખીણના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 2 ડિગ્રી સેલ્સિયસ, પહેલગામમાં માઈનસ 5.6 ડિગ્રી સેલ્સિયસ, ગુલમર્ગમાં માઈનસ 7.5 ડિગ્રી સેલ્સિયસ હતું.

જમ્મુ-કાશ્મીરમાં 21 ડિસેમ્બરથી શરૂ થયેલા ચિલ્લાઇ-કલાં સમાપ્ત થવામાં હજુ 10 દિવસ બાકી છે. 40 દિવસની તીવ્ર ઠંડીનો સમયગાળો 30 જાન્યુઆરીએ સમાપ્ત થશે. આ પછી, ચિલ્લાઇ-ખુર્દ ની 20 દિવસ અને ચિલ્લાઇ-બચ્ચાની 10 દિવસની સિઝન રહેશે. તેમજ, હિમાચલ પ્રદેશમાં 1 થી 23 જાન્યુઆરી સુધીમાં 57.3 મીમીની સામે 14.7 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતા 74 ટકા ઓછો છે.