રાજકારણ@દેશ: વિપક્ષે અદાણી અને સંભલનો મુદ્દો લોકસભા અને રાજ્યસભામાં ઉઠાવ્યો

વિપક્ષે બંને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી 2 ડિસેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે.
 
નિર્માણઃ સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ, નવા સંસદ ભવનના બાંધકામને આ શરતો સાથે મંજૂરી આપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થયું હતું. 4 દિવસમાં ગૃહની કાર્યવાહી માત્ર 40 મિનિટ ચાલી. ગૃહમાં દરરોજ સરેરાશ 10 મિનિટ સુધી કામ ચાલ્યું હતું.

વિપક્ષે અદાણી અને સંભલનો મુદ્દો લોકસભા અને રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. વિપક્ષના સાંસદોએ કાર્યવાહી દરમિયાન હોબાળો ચાલુ રાખ્યો હતો. સ્પીકરે તેમને બેસાડવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા, પરંતુ વિપક્ષ શાંત ન થયા.

કોંગ્રેસે ફરી અદાણી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી. આ મુદ્દે વિપક્ષે બંને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી 2 ડિસેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે.