વેપાર@દેશ: તહેવારમાં સોના-ચાંદીમાં ભાવમાં નોંધાયો ધરખમ વધારો,જાણો આજના ભાવ

સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે
 
ચકચાર@અમદાવાદઃ દાગીના બનાવવા 13 લાખનું ગોલ્ડ આપ્યું, કારીગર સોનું લઇ ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેટલાય દિવસથી સોના 59,000ના સ્તરની નીચે ટ્રેડ થતા સોનાના ભાવ આજે જોરદાર ઉછાળો આવ્યો છે. જ્યારે બીજી બાજુ ચાંદીના ભાવ પણ વધ્યા છે. આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.13 ટકાના વધારા સાથે 58,342 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.21 ટકાના વધારા સાથે 76,276 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે દબાણ જોવા મળ્યા બાદ સ્થાનિક સ્તરે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં મહત્વનું છે કે નવા આર્થિક વર્ષમાં સોનાએ છેલ્લા 6 મહિનાની અંદર બે વાર નવી નવી રેકોર્ડ સપાટીને સ્પર્શીને તેની નવી રેકોર્ડ મત 61,552 રુપિયાના સ્તરે (Gold record price) બનાવી છે.

આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ઓગસ્ટના વાયદાનું સોનું 0.13 ટકાના વધારા સાથે 58,342 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.21 ટકાના વધારા સાથે 76,276 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

ઓગસ્ટ 2020 બાદ લગભગ અઢી વર્ષ પછી 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58 હજારની સપાટી પાર કરી અને 58,660 રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ત્યારબાદ સતત દોઢ-બે મહિને સોનું નવી નવી રેકોર્ડ કિંમતની સપાટી બનાવી રહ્યું છે. તેવામાં છેલ્લે એટલે કે 5 મે 2023ના રોજ સોનાએ ફરી અસામાન્ય રીતે ઉછળીને પોતાની નવી રેકોર્ડ કિંમત બનાવી હતી. MCX પર નોંધાયેલ આ નવી રેકોર્ડ કિંમત મુજબ એક તોલા સોનું 61,552 રુપિયા પર ટ્રેડ થયું હતું.

દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)

શહેર 22 કેરેટ 24 કેરેટ
Chennai ₹55,300 ₹60,330
Mumbai ₹55,000 ₹60,000
Delhi ₹55,150 ₹60,150
Kolkata ₹55,000 ₹60,000
Bangalore ₹55,000 ₹60,000
Hyderabad ₹55,000 ₹60,000
Kerala ₹55,000 ₹60,000
Pune ₹55,000 ₹60,000
Vadodara ₹55,050 ₹60,050
Ahmedabad ₹55,050 ₹60,050
Jaipur ₹55,150 ₹60,150
Lucknow ₹55,150 ₹60,150
Coimbatore ₹55,300 ₹60,330
Madurai ₹55,300 ₹60,330
Vijayawada ₹55,000 ₹60,000
Patna ₹55,050 ₹60,050
Nagpur ₹55,000 ₹60,000
Chandigarh ₹55,150 ₹60,150
Surat ₹55,050 ₹60,050
Bhubaneswar ₹55,000 ₹60,000
Mangalore ₹55,000 ₹60,000
Visakhapatnam ₹55,000 ₹60,000
Nashik ₹55,030 ₹60,000
Mysore ₹55,000 ₹60,000

સોનાની શુદ્ધતાના માપદંડ

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

નોધ: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે.કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો