વેપાર@દેશ: વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ભારે વધારો, જાણો કેટલો વધારો થયો ?
શાકભાજીના ભાવમાં ભારે વધારો
Jul 17, 2024, 08:25 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ભારે વધારો થયો છે. જેની અસર સીધી સામાન્ય જનતાને પડી રહી છે. અચાનક વધી રહેલા ભાવને કારણે ગૃહિણીનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. ટામેટાંના ભાવ 100 રુપિયા કિલો થઈ ગયા છે.
મોટાભાગની શાકભાજીના વધ્યા હોવાના કારણે ગૃહિણીઓને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત દિલ્હી સહિત કેટલાંક રાજ્યોમાં શાકભાજીના ભાવ વધ્યા છે.
દક્ષિણના આંધ્ર અને કર્ણાટકનો માલ જેવો ગુજરાતમાં ઉતરશે એવો તરત જ ટામેટાનો ભાવ ઉતરી જશે. હાલના તબકકે મહારાષ્ટ્ર અને બેંગ્લોરથી આવતાં ટામેટામાં 20 ટકા માલ બગડેલો હોવાથી કમરતોડ ભાવમાં ટામેટાં વેચાઈ રહ્યા છે.