ક્રાઈમ@દેશ: મંદિરના પૂજારીએ પોતાની પ્રેમિકાને મારી નાખીને મંદિરની પાછળ મૃતદેહ દાટી દીધું,જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટના હૈદરાબાદ માંથી સામે આવી રહી છે. અહીં એક પૂજારી એ એક પુજારી એક યુવતી સાથે કારણ કે એવું કર્યું કે સાંભળીને રૂવાડા બેઠા થઈ જશે.મળતી માહિતી અનુસાર પૂજારીએ પોતાની ગર્લફ્રેન્ડ નો જીવ લઈ લીધો અને ત્યારબાદ તેના મૃતદેહને મંદિરના પાછળના ભાગમાં દાટી દીધું. કહેવામાં આવી રહ્યું છે કે સાઈ કૃષ્ણ નામનો પુજારી અને અપ્સરા નામની યુવતી એકબીજાને પ્રેમ કરતા હતા. જાણવા મળી રહ્યું છે કે પૂજારી પરિણીત છે અને તેને સંતાનમાં એક બાળક પણ છે. છતાં પણ તેને અપ્સરા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા.આ સમગ્ર ઘટના શમદાબાદ નજીક આવેલા નારકુડ ગામની છે. સમગ્ર ઘટનાનો ખુલાસો થયા બાદ મૃત્યુ પામેલી અપ્સરાના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે અપ્સરા ગર્ભવતી હતી. સાઇ કૃષ્ણાએ ગર્ભપાત પણ કરાવ્યું હતું. મૃત્યુ પામેલી યુવતીના પરિવારજનોના જણાવ્યા અનુસાર, અપ્સરા પૂજારી પર લગ્ન કરવાનું દબાણ કરતી હતી.જેના કારણે પૂજારીએ અપ્સરાનો જીવ લેવાનું ષડયંત્ર રચ્યું હતું. મળતી માહિતી અનુસાર પૂજારી અને મૃત્યુ પામેલી એકબીજાને પ્રેમ કરતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પૂજારી અપ્સરા અને એક ગૌશાળામાં લઈ ગયો હતો. અહીં પૂજારીએ અપસરાનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ તેના મૃતદેહને મંદિરની પાછળ દાટી દીધું હતું.એટલું જ નહીં પરંતુ અપ્સરા નો જીવ લીધા બાદ આરોપી પૂજારીએ પોલીસ સ્ટેશનમાં જઈને અપ્સરા ની ગુમ થવાની ફરિયાદ પણ દાખલ કરાવી હતી. ત્યારબાદ પોલીસે પૂછપરછ શરૂ કરી હતી અને પૂજારીની પણ પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમ્યાન આરોપી પૂજારીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. હાલમાં હૈદરાબાદ પોલીસે પૂજારી સામે જીવ લેવાનો તપાસ શરૂ કરી દીધી છે