રિપોર્ટ@અમેરિકા: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત, જાણો વધુ વિગતે
વિક્ટ્રી સ્પીચમાં કહ્યું- આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ, મોદીએ ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકામાં રાષ્ટ્રીયપતિની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. આ દરમિયાન અમેરિકન મીડિયા આઉટલેટ ફોક્સ ન્યૂઝે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની જીત જાહેર કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ ફરી એકવાર કામ કરી ગયો છે. તેમણે આ ચૂંટણી જીતીને કમલા હેરિસને હરાવ્યા છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે હવે અમેરિકાની કમાન ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં રહેશે.
આ જાહેરાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ હવે તેમના સમર્થકોને સંબોધવા માટે પહોંચી ગયા છે. મતદાતાઓને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ફરી એકવાર મહાન બનવા જઈ રહ્યું છે. તેમણે પોતાના મતદારોનો પણ આભાર માન્યો છે.
તમને જણાવી દઈએ કે, ચૂંટણી પ્રચાર દરમિયાન બંને પ્રતિસ્પર્ધીઓનું સંપૂર્ણ ધ્યાન 7 સ્વિંગ સ્ટેટ્સ પર હતું, જે તમામમાં ટ્રમ્પ આગળ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ આમાંથી બે જીત્યા છે. વિશ્વની આ સૌથી જટિલ ચૂંટણી પ્રક્રિયામાં રાષ્ટ્રપતિ બનવા માટે બહુમતનો આંકડો 270 છે. કારણ કે અહીં કુલ 538 ઈલેક્ટોરલ કોલેજો છે અને જીતવા માટે 270 કે તેથી વધુની જરૂર છે. આગામી પ્રમુખ ઈલેક્ટોરલ કોલેજ દ્વારા જ ચૂંટવામાં આવશે.