રિપોર્ટ@દેશ: 5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7.77 લાખ લોકોનાં મોત, જાણો વધુ વિગતે

સૌથી વધુ 1.08 લાખ મોત ઉત્તરપ્રદેશમાં થયા છે. આ પછી તામિલનાડુ 84 હજાર મૃત્યુ સાથે બીજા અને ત્રીજા સ્થાને અને 66 હજાર મૃત્યુ સાથે મહારાષ્ટ્ર છે.
 
દુર્ઘટના@પાટણઃ ઇક્કો અને દૂધના ટેન્કર વચ્ચે ભયાનક ટક્કરમાં યુવકનું મોત, અંતે ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. અકસ્માતની ઘટનાઓમાં લાખો લોકોનો મોત નીપજ્યા હોય છે. દેશમાં છેલ્લા 5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7.77 લાખ લોકોનાં મોત થયા છે. સૌથી વધુ 1.08 લાખ મોત ઉત્તરપ્રદેશમાં થયા છે. આ પછી તામિલનાડુ 84 હજાર મૃત્યુ સાથે બીજા અને ત્રીજા સ્થાને અને 66 હજાર મૃત્યુ સાથે મહારાષ્ટ્ર છે. ઉપરાંત ગુજરાત 36 હજાર 626 લોકોના મોત સાથે 10મા ક્રમે છે.

વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જાહેર કરવામાં આવેલા 2018થી 2022 સુધીના ડેટાના આધારે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે 'ભારતમાં માર્ગ અકસ્માતો, 2022' રિપોર્ટ જાહેર કર્યો છે. આ મુજબ 2021માં દેશમાં માર્ગ અકસ્માતમાં 1,53,972 મૃત્યુ થયા હતા, જે 2022માં વધીને 1,68,491 થઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ 12 ડિસેમ્બરે કહ્યું હતું કે દુનિયામાં રોડ એક્સિડન્ટને લઈને અમારી પાસે સૌથી ખરાબ રેકોર્ડ છે. જ્યારે પણ હું કોઈ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેવા જાઉં છું અને ત્યાં રોડ અકસ્માતો વિશે ચર્ચા થાય છે ત્યારે હું મારો ચહેરો છુપાવવાનો પ્રયત્ન કરું છું.