રિપોર્ટ@દેશ: રાજપીપલાની પોસ્ટ ઓફીસમાં 21 લાખથી વધુની થઈ ચોરી, જાણો વિગતે

સી સી ટી વી કેમેરાની માંગ છેલ્લા 10 વર્ષ થી કરી 
 
રિપોર્ટ@દેશ: રાજપીપલા ની પોસ્ટ ઓફીસ માં 21 લાખ થી વધુની થઈ ચોરી, જાણો વિગતે  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 રાજપીપલા ની પોસ્ટ ઓફીસ માં 21 લાખ થી વધુની થઈ ચોરી થઈ છે પોસ્ટ ઓફીસમાં આગામી દિવાળીનો તહેવાર હોઈ બેન્કમાં કેસ જમા કરાવવાની હતી જે ચોરી થઇ ગઈ છે. પોસ્ટ માસ્તર પોસ્ટ ઓફિસમાં આવ્યા ત્યારે ખબર પડી કે ચોરી થઈ છે.પોસ્ટ ઓફીસમાં સી સી ટી વી કેમેરાની માંગ છેલ્લા 10 વર્ષ થી કરી છે પણ હજુ સુધી લાગ્યા નથી.

આ પહેલા વર્ષ 2011 માં પણ પોસ્ટ ઓફીસ માં ચોરી થઈ હતી.રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ચોરી ની ફરિયાદ નોંધાવવામાં આવી છે.નર્મદા જિલ્લા ની તમામ શાખાના પૈસા રાજપીપલા પોસ્ટ ઓફીસમાં જમા કરાવવામાં આવે છે અને ત્યારબાદ બેન્ક માં જમા કરાવવામાં આવે છે.પોસ્ટ ઓફીસમાં પાછળ ના ભાગે આવેલ બારી તોડીને પોસ્ટ ઓફીસ માં તસ્કરોએ પ્રવેશ કરી ચોરી કરી છે. મામલો પોલીસ સંતસેશને પહોંચ્યો છે.