રિપોર્ટ@દેશ: બાઇડેનના પુત્ર હંટર બાઇડેન બોર્ડ સભ્ય હતા તે કંપની તરફથી ચુકવણીના આક્ષેપ,જાણો વધુ
- જૂન 2020માં એફબીઆઇને પોતાના ગોપનીય સોર્સ તરફથી મળી હતી જાણકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકી પ્રમુખ જો બાઇડેન એક મોટા સંકટમાં ફસાઇ જાય તેવી શક્યતા જોવાઇ રહી છે.બાઇડેન પર યૂક્રેનની એક કંપની પાસેથી 50 લાખ ડોલરની લાંચ લીધી હોવાના આક્ષેપ છે. ફોક્સ ન્યૂઝના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રમુખ બાઇડેને યૂક્રેનની ગેસ કંપની બરિસ્મા હોલ્ડિંગના એક કાર્યકારી અધિકારી તરફથી 50 લાખ ડોલરની ચુકવણી થઇ હતી. ઉલ્લેખનીય છે કે આ એ જ કંપની છે કે જ્યાં બાઇડેનના પુત્ર હંટર બાઇડેન બોર્ડ સભ્ય હતા. હંટર બાઇડેને આ કંપનીમાં લાંબો સમય કામ કર્યું હતું. યૂક્રેન લગભગ દોઢ વર્ષથી યુદ્ધ લડી રહ્યું છે તે અરસામાં આ લાંચ કાંડનો ઘટસ્ફોટ થયો છે.અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ગેસ કંપનીના અધિકારી વિરૂદ્ધ તપાસ ચાલી રહી છે. યૂક્રેનના વકીલ વિક્ટર શોકિન અધિકારીની તપાસ કરી રહ્યા છે. આરોપોનો સામનો કરી રહેલા તે અધિકારીએ તેની સામે ચાલી રહેલી તપાસને સંકેલવા જો બાઇડેન સમક્ષ ઘટતું કરવા માગણી કરી હતી, કારણ કે કંપની આરોપથી ઘેરાયેલી હોવાથી રોકાણ કરવામાં અસમર્થ બની ગઇ હતી. ભ્રાષ્ટાટારની તપાસ પર પૂર્ણ વિરામ મુકાવવા તે અધિકારીએ જો બાઇડેનને 50 લાખ ડોલરની ચુકવણી કરી હતી.એફબીઆઇને તેના ગોપનીય સોર્સના માધ્યમથી બાઇડેનને થયેલી ચુકવણીની જૂન 2020માં જાણકારી મળી હતી. સોર્સે સંકેત આપ્યા હતા કે જો બાઇડેન અને એક વિદેશી વ્યક્તિ કહેવાતી રીતે એક અપરાધિક લાંચ કાંડમાં સામેલ છે. અહેવાલમાં એફબીઆઇ એફડી- 1023 ફોર્મનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.