રિપોર્ટ@દેશ: ચાલુ નાણાકીય વર્ષમાં સરકારની આવક ઓછી રહેવાનું અનુમાન,જાણો ગ્રોથ કેટલા ટકા રહેશે તેવી ધારણા કરવામાં આવી

  • ભારત સરકારનું દેવું 2022-23માં જીડીપીનાં 81.8 ટકા જેટલું ઊંચું છે
 
રિપોર્ટ@દેશ: ચાલુ નાણાકીય વર્ષમાં સરકારની આવક ઓછી રહેવાનું અનુમાન,જાણો  ગ્રોથ કેટલા ટકા રહેશે તેવી ધારણા કરવામાં આવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારત ઊંચો ગ્રોથ હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે ચાલુ નાણાકીય વર્ષનાં પહેલા ક્વાર્ટરમાં એપ્રિલથી જૂનમાં ભારતનો GDP ગ્રોથ 6 ટકા કે 6.3 ટકા રહેશે તેવી ધારણા મૂડીઝ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.ચાલુ નાણાકીય વર્ષમાં સરકારની આવક ઓછી રહેવાનું અનુમાન છે જેને કારણે નાણાકીય અંદાજો નક્કી કર્યા મુજબ હાંસલ કરી શકાશે નહીં તેવું મૂડીઝનું માનવું છે. RBI દ્વારા ગયા અઠવાડિયે જ પહેલા ક્વાર્ટર માટે ગ્રોથનો અંદાજ 8 ટકા રાખવામાં આવ્યો છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસ એસોસિયેટ્સનાં એમડી જિન ફેંગએ કહ્યું હતું કે, ભારત સરકારનું દેવું 2022-23માં જીડીપીનાં 81.8 ટકા જેટલું ઊંચું છે. જ્યારે તેની દેવું ચૂકવવાની ક્ષમતા ઓછી છે. ભારત ઊંચો ગ્રોથ હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે, સરકારી દેવું ચૂકવવા સ્થિર નાણાકીય બેઝ ધરાવે છે અને બાહ્ય દેવાની સ્થિતિ પણ મજબૂત છે.

ઘરેલુ માંગમાં સુધારો ફેંગે કહ્યું કે, ભારતની ઘરેલું માંગમાં સુધારો થઈ રહ્યો છે. ફુગાવાનો દર ઘટી રહ્યો છે પણ ઊંચો વ્યાજ દર મૂડી સર્જન માટે કેટલાક જોખમો સર્જી શકે છે. ગ્રોસ ફિકસ્ડ કેપિટલ ફોર્મેશન એ ઇકોનોમીમાં રોકાણનો માપદંડ છે. ફેંગે ભારત 'Baa3' નું સોવરિન રેટિંગન ધરાવે છે જે મોટી વિવિધતા ભરીઇકોનોમીમાં ઊંચા ગ્રોથની સંભાવના દર્શાવે છે.

રાજકોષીય ખાધ GDPનાં 5.9 ટકા રહેવાની ધારણા સરકારનાં ખર્ચ અને આવક વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. જેને પરિણામે રાજકોષીય ખાધ 2022-23માં જીડીપીનાં 6.4 ટકા રહી હતી. 2021-22માં તે 6.7 ટકા હતી. જો કે હવે ચાલુ નાણાકીય વર્ષમાં તે 5.9 ટકા રહી શકે.