ચૂંટણી@દેશ: આજે જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા સીટના પરિણામ જાહેર થશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
થોડા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભાની ચૂંટણી થઇ હતી. જેનું પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા સીટના પરિણામ આજે આવશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. સાંજ સુધીમાં તમામ બેઠકોની મતગણતરી પૂર્ણ થશે. જો કે, બપોરે 12 વાગ્યા સુધીના વલણથી સ્પષ્ટ થઈ જશે કે 10 વર્ષ પછી કોણ સરકાર બનાવશે. બહુમત માટે 46 mr' જરૂરી છે.
જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 3 તબક્કામાં 63.88% મતદાન થયું હતું. 10 વર્ષ પહેલા યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં એટલે કે 2014માં 65% મતદાન થયું હતું, એટલે કે આ વખતે 1.12% ઓછું મતદાન થયું હતું. નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, બીજેપી અને પીડીપી ઉપરાંત નાની પાર્ટીઓ હરીફાઈમાં છે.
5 ઓક્ટોબરે યોજાયેલા એક્ઝિટ પોલમાં પાંચ સરવે એજન્સીઓએ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સરકારોને બહુમતી આપી હતી. અને 5 એક્ઝિટ પોલે ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી છે. એટલે કે કોઈપણ પક્ષને સંપૂર્ણ બહુમતી નહીં મળે. આવી સ્થિતિમાં નાના પક્ષો અને અપક્ષ ધારાસભ્યો કિંગમેકર બની શકે છે.