વેપાર@દેશ: સેન્સેક્સ આશરે 150 અંકના ઘટાડા સાથે 85,100ના સ્તર પર કારોબાર કરી રહ્યો અને નિફ્ટી પણ 50 અંક ગગડ્યો

આજે ઓટો, એનર્જી અને બેંકિંગ શેરોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
વેપાર@મુંબઈ: આજે શેરબજાર તેજી; સેન્સેક્સ 100 પોઈન્ટનાં વધારા સાથે  84,700 પર ટ્રેડ અને નિફ્ટીમાં પણ ઉછાળો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ આશરે 150 અંકના ઘટાડા સાથે 85,100ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. ત્યાંજ નિફ્ટીમાં પણ 50 અંકથી વધુનો ઘટાડો છે. તે 26,000ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આજે ઓટો, એનર્જી અને બેંકિંગ શેરોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

એશિયન બજારોમાં જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 1.62% ઘટીને 50,012 પર અને કોરિયાનો કોસ્પી 1.61% ઘટીને 4,100 પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 0.92% ઘટીને 25,737 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.11% ઘટીને 3,884 પર કારોબાર કરી રહ્યો છે. 12 ડિસેમ્બરે અમેરિકાનો ડાઉ જોન્સ 0.51% ઘટીને 48,458 પર અને S&P 500 1.07% ઘટીને 6,827 પર બંધ થયો. જ્યારે, નાસ્ડેક કમ્પોઝિટ 1.69% ઘટ્યો.

KSH ઇન્ટરનેશનલ લિમિટેડનો IPO 16 ડિસેમ્બરથી ખુલશે. તેમાં 18 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાશે. કંપની આ ઇશ્યૂ દ્વારા 710 કરોડ રૂપિયા એકત્ર કરવા માગે છે. IPOમાં 420 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જારી કરવામાં આવશે. જ્યારે પ્રમોટર્સ 290 કરોડ રૂપિયાના શેરવેચશે. ગયા અઠવાડિયે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા શુક્રવારે એટલે કે 12 ડિસેમ્બરે શેરબજારમાં તેજી હતી. સેન્સેક્સ 449 પોઈન્ટ વધીને 85,267ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ 148 પોઈન્ટ વધ્યો હતો, જે 26,046ના સ્તરે બંધ થયો હતો.