વેપાર@દેશ: સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યું પણ બાદમાં ઉતાર -ચઢાવ જોવા મળ્યો

 સેન્સેક્સ 72269 પર ખુલ્યો

 
 વેપાર@દેશ: બજારમાં સતત ચોથા દિવસે ઘટાડો,સેન્સેક્સ 221.09 પોઈન્ટ ઘટીને 66009.15 પર બંધ થયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યું પણ બાદમાં ઉતાર -ચઢાવ જોવા મળ્યો હતો. અમેરિકન શેરબજારમાં સકારાત્મક  કારોબારના સંકેત મળી રહ્યા છે. જોકે ગિફ્ટ નિફ્ટી નજીવા ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. એશિયન શેરબજારમાં મિશ્ર કારોબાર નોંધાઈ રહ્યો છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 440 પોઈન્ટ વધીને 72,085 પર બંધ થયો હતો.

Stock Market Opening(5 February 2024)

  • SENSEX  : 72,269.12 +183.48 (0.25%)
  • NIFTY      :21,921.05 +67.25 (0.31%)

વિદેશી બજારોમાંથી સંકેતો

જો આપણે વૈશ્વિક બજારો પર નજર કરીએ તો અમેરિકામાં S&P 500 ઇન્ડેક્સ શુક્રવારે નવી ટોચે બંધ રહ્યો હતો. જાન્યુઆરી મહિનામાં ટેક કંપનીઓના અપેક્ષિત પરિણામો અને રોજગારીના સારા આંકડાને કારણે અહીં વધારો થયો હતો. આ દિવસે ડાઉ જોન્સ 134 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. નાસ્ડેકમાં પણ 1.7%નો વધારો જોવા મળ્યો છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના શેરમાં 20%નો વધારો જોવા મળ્યો. કંપનીએ પ્રથમ વખત ડિવિડન્ડની જાહેરાત કરી છે.

અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડા અંગે ફેડના સાવચેતીભર્યા અભિગમ બાદ આજે એશિયાના બજારોમાં નબળાઈ જોવા મળી રહી છે. જેરોમ પોવેલે કહ્યું છે કે બજારની અપેક્ષાઓથી વિપરીત રેટ કટ ધીમી રીતે કરવામાં આવશે.

સોમવારે દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ લગભગ 2% નીચે છે. જોકે, જાપાનનો નિક્કી ઈન્ડેક્સ એક ચતુર્થાંશ ટકાના વધારા સાથે કામ કરી રહ્યો છે. તાઈવાનના બજારો આજે બંધ છે.લુનર ન્યુ યરને કારણે ચીન, તાઈવાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને હોંગકોંગના બજારો માટે આ એક નાનું સપ્તાહ રહેશે.

રોજગારીના આંકડા અને ટેક શેરોમાં ઉછાળા વચ્ચે બોન્ડ માર્કેટમાં પણ આ વધારો જોવા મળ્યો છે. શુક્રવારે 10-વર્ષના યુએસ બોન્ડની ઉપજ 17 બેસિસ પોઈન્ટ વધીને 4.02% થઈ હતી. બીજી તરફ કાચા તેલમાં લગભગ 2% નો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકામાં રોજગારીના આંકડા અને રેટ કટમાં વિલંબ વચ્ચે માંગમાં નબળાઈ જોવા મળી શકે છે. આ સિવાય ચીનમાં ધીમી વૃદ્ધિ અને મધ્ય પૂર્વમાં તણાવમાં થોડી રાહતને કારણે કાચા તેલમાં ઘટાડો જોવા મળ્યો હતો.

બજેટના બીજા દિવસે એટલે કે શુક્રવારે સંસ્થાકીય રોકાણકારો દ્વારા રોકડ બજારમાં ખરીદી જોવા મળી હતી. શુક્રવારે કેશ માર્કેટમાં FIIએ રૂ. 70.69 કરોડના શેરની ખરીદી કરી હતી જ્યારે DII એ આ દિવસે કુલ રૂ. 2436.16 કરોડના શેર ખરીદ્યા છે.

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.