કાર્યવાહી@દેશ: કોટા આત્મહત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે બાળકોના માતા-પિતાને જવાબદાર ઠેરાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આત્મહત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન આપ્યું છે. કોર્ટે કહ્યું છે કે કોટામાં બાળકોની આત્મહત્યા માટે કોચિંગ સેન્ટરો નહીં પણ માતા-પિતા જવાબદાર છે. માતાપિતા તેમના બાળકો પાસેથી તેમની ક્ષમતા કરતાં વધુ અપેક્ષા રાખે છે. જેના કારણે બાળકો દબાણમાં આવીને આત્મહત્યા જેવું પગલું ભરે છે.
કોટા આત્મહત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે બાળકોના માતા-પિતાને જવાબદાર ઠેરવ્યા છે. એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે કોટામાં બાળકો જે રીતે આત્મહત્યા કરી રહ્યા છે તેના માટે માત્ર માતા-પિતા જ જવાબદાર છે. આ સાથે કોર્ટે કોચિંગ સેન્ટરો પર લગામ લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે આ વર્ષે અત્યાર સુધીમાં કોટામાં 24 બાળકો આત્મહત્યા કરી ચૂક્યા છે.
આત્મહત્યા માટે કોચિંગ સેન્ટરો જવાબદાર”
સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળકો તેમના માતા-પિતાની ઈચ્છાના કારણે મોતને ભેટે છે. માતાપિતા તેમના બાળકો પાસેથી તેમની ક્ષમતા કરતાં વધુ અપેક્ષા રાખે છે. જેના કારણે બાળકો દબાણમાં આવીને આત્મહત્યા જેવું પગલું ભરે છે. ટોચની અદાલત મુંબઈ સ્થિત ડૉક્ટર અનિરુદ્ધ નારાયણ માલપાણીની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમણે બાળકોની આત્મહત્યા માટે કોચિંગ સેન્ટરોને જવાબદાર ઠેરવ્યા હતા.
વાક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો નથી પરંતુ માતા-પિતાનો છે: SC
આ સાથે, તેમણે પોતાની અરજીમાં કોચિંગ સંસ્થાઓમાં લઘુત્તમ ધોરણો જાળવવાની પણ વાત કરી હતી. કોર્ટે આ અંગે કાયદો બનાવવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે દોષ બાળકોના માતા-પિતાનો છે કોચિંગ સંસ્થાઓનો નહીં. તમને જણાવી દઈએ કે કોટામાં આત્મહત્યા કરનારા બાળકોની ઉંમર 14-16 વર્ષની વચ્ચે છે.