બ્રેકિંગ@દેશ:'ધ કેરલ સ્ટોરી' પર બંગાળ સરકારના પ્રતિબંધ પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક
Updated: May 18, 2023, 16:46 IST

અટલ સમાચાર, ડેસ્ક
સુપ્રીમ કોર્ટે ગુરુવારના રોજ ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી' પર પશ્ચિમ બંગાળમાં લગાવવામાં આવેલ પ્રતિબંધ પર સ્ટે લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય સરકારની છે. આની આડમાં સરકાર દ્વારા ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો યોગ્ય નથી. જો આમ થશે તો તમામ ફિલ્મો આ કાર્યક્ષેત્રમાં આવી જશે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે તમિલનાડુ સરકારને પણ નિર્દેશ આપ્યો છે કે, ફિલ્મની સ્ક્રીનિંગ અને મૂવી જોનારાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.