બનાવ@રાજસ્થાન: નૃત્ય કરતી વખતે શિક્ષકને અચાનક હાર્ટ-એટેક આવતા મોત નીપજ્યું
ખુશી માતમમાં ફેરવાઈ ગઈ
Aug 4, 2024, 15:35 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં હાર્ટએટેકથી મોતના બનાવો ખુબજ વધી ગયા છે. રાજસ્થાનના જયપુરના કિશનગઢ-રેનવાલ તહસીલ વિસ્તારનો હાર્ટ-એટેકનો એક કિસ્સો સામે આવ્યો છે.
મોટા ભાઈની નિવૃત્તિ બાદ એક ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભજન સંધ્યામાં નૃત્ય કરતી વખતે એક શિક્ષકને અચાનક હાર્ટ-એટેક આવ્યો અને તેમનું અવસાન થયું હતું.
સ્થળ પર લોકોએ તેમને લગભગ 10 મિનિટ સુધી CPR આપ્યું, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. આ ઘટના બાદ ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.