વિરોધ@દેશ: જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં ડોક્ટર્સની હડતાળનો ત્રીજો દિવસ

 આયુર્વેદ ડોક્ટરો પણ IMAની હડતાલને સમર્થન કર્યું છે
 
વિરોધ@દેશ: જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં ડોક્ટર્સની હડતાળનો ત્રીજો દિવસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દુષ્કર્મ અને હત્યાના બનાવાના કારણે દેશ ભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ગણા લોકો દ્વ્રારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે.

હોસ્પિટલોમાં ઇમર્જન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે, આથી દર્દીઓએ પણ હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે. જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના સભ્યોએ AMAથી ઇન્કમટેક્સ સુધી રેલી યોજી હતી, જેમાં 1000થી વધુ ડોક્ટરો વિવિધ લખાણવાળાં બેનર સાથે જોડાયા હતા.

મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો પણ રેલીમાં જોડાયાં હતાં. આયુર્વેદ ડોક્ટરો પણ IMAની હડતાલને સમર્થન કર્યું છે તેમજ રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ ડોક્ટરોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આજે ડોક્ટર્સના સમર્થનમાં અલગ-અલગ પ્રોફેસનના અન્ય યંગસ્ટર્સ અમદવાદના રિવરફ્રંટ પર રેલી કાઢશે.