કાર્યવાહી@દેશ: હાઈકોર્ટમાં તિરુપતિ પ્રસાદ વિવાદ પર સુનાવણી હાથ ધરવામાં આવશે

તપાસ માટે કમિટી બનાવવાની માગ, ચંદ્રબાબુનો આરોપ- YSR કોંગ્રેસ સરકારમાં પ્રસાદમાં પશુઓની ચરબી ભેળવવામાં આવતી હતી

 
 રિપોર્ટ@દેશ: તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમની પવિત્રતા અને શુદ્ધતા મામલે વિવાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

તિરુપતિ મંદિરના પ્રસાદના મામલે કેટલાક દિવસથી વિવાદ જોવા મળ્યો છે. આજે હાઈકોર્ટમાં તિરુપતિ પ્રસાદમ  વિવાદ પર સુનાવણી હાથ ધરવામાં આવશે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં આજે તિરુપતિ પ્રસાદમ વિવાદ પર સુનાવણી હાથ ધરવામાં આવશે. YSR કોંગ્રેસે નાયડુના આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરવાની કોર્ટને માગ કરી છે.

સીએમ ચંદ્રબાબુ નાયડુએ 18 સપ્ટેમ્બરના રોજ આરોપ લગાવ્યો હતો કે YSR કોંગ્રેસ સરકાર દરમિયાન તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીની ચરબી, વનસ્પતિ તેલ અને માછલીનું તેલ ભેળવવામાં આવ્યું હતું. બીજા દિવસે, TDPએ લેબ રિપોર્ટ બતાવ્યો અને દાવો કર્યો કે તેના આરોપોની પુષ્ટિ થઈ છે.

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે કોર્ટ મોનિટર તપાસની પણ માગ કરી છે. જોકે, રવિવારે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે SIT સરકારને રિપોર્ટ સોંપશે. તેના આધારે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કાર્યવાહી કરવામાં આવશે.