વેપાર@દેશ: સેન્સેક્સ અને નિફ્ટી 4 દિવસે વધ્યા, રોકાણકારોને 25000 કરોડ રૂપિયાનું નુકસાન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શેર બજારમાં તેજી અને મંદી આવતી હોય છે. કેટલીક વાર અચાનક તેજી આવી જાય છે, તો કેટલીક વાર મંદી આવી જાય છે. શેર બજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત 4 દિવસે સુધારો જોવા મળ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસ શેર બજારમ અત્યંત વોલેટાઇલ સેશનમાં તીવ્ર વધઘટ સાથે નજીવા વધીને ગ્રીન ઝોનમાં બંધ રહેવામાં સફળ રહ્યા હતો. જો કે રોકાણકારોને 25000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. બ્રોડર માર્કેટમાં સામસામા પ્રવાહ વચ્ચે સ્મોલકેપ ઇન્ડેક્સ ઘટીને અને સ્મોલકેપ ઇન્ડેક્સ વધીને બંધ થયા હતા.
બીએસઇ સેન્સેક્સ 73806ના પાછલા બંધ સામે સપ્તાહના દિવસ સોમવારે ઉંચા ગેપમાં 73903 ખૂલ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન અત્યંત અસ્થિરતા જોવા મળી હતી અને સેન્સેક્સ ઉપરમાં 73990 અને નીચામાં 73747ની રેન્જમાં અથડાયો હતો. કામકાજના અંતે સેન્સેક્સ 66 પોઇન્ટ સુધરી 73872 બંધ થયો હતો.
સેન્સેક્સના 30માંથી 15 બ્લુચીપ સ્ટોક ઘટ્યા હતા. જેમાં જેએસડબ્લ્યુ સ્ટીલ, મહિન્દ્રા મહિન્દ્રા, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ફોસિસ 1 થી 2.5 ટકા ઘટ્યા છે. તો સામે વધનાર બ્લુચીપ સ્ટોકમાં એનટીપીસી, પાવરગ્રીડ અને રિલાયન્સ 1 થી 3.5 ટકા વધીને ટોપ થ્રી ગેઇનર બન્યા હતા.
એનએસઇ નિફ્ટી 50 ઇન્ડેક્સ સોમવારે 27 પોઇન્ટ વધી 22405 બંધ થયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન 22358 થી 22440 રેન્જ હતી. નિફ્ટી બ્લુચીપ સ્ટોકમાં પણ 50 – 50 ટ્રેન્ડ હતો.
શેર બજારમાં ટ્રેન્ડ સુધારા તરફી હતો જો કે અંડરટોન નરમ હતો. બેંક નિફ્ટી 158 પોઇન્ટ વધી 47456 જ્યારે આઈટી ઇન્ડેક્સ 291 પોઇન્ટ ઘટીને 37314 બંધ થયો હતો. બીએસઇ મીડકેપ ઇન્ડેક્સ વધીને જ્યારે સ્મોલકેપ સાધારણ ઘટીને બંધ થયો હતો. સેક્ટોરિયલ ઇન્ડાઈસિસની વાત કરીયે તો બીએસઇ ઓઈલ ગેસ ઇન્ડેક્સ 1.9 ટકા, પાવર ઇન્ડેક્સ 1.67 ટકા અને એનર્જી ઈન્ડેક્સ 1.71 ટકા વધ્યા હતા. તો બીજી બાજુ ટેક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, હેલ્થકેર ઇન્ડેક્સ ડાઉન હતા.
શેર બજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં ભલે સતત ચોથા દિવસ સુધારો ચાલુ રહ્યો હતો પરંતુ રોકાણકારોને નુકસાન થયુ હતુ. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 3,93,75,342 કરોડ રૂપિયા (393.75 લાખ કરોડ રૂપિયા) થઇ છે. જ્યારે તેની અગાઉના ટ્રેડિંગ સેશનના અંતે બીએસઇની માર્કેટ વેલ્યૂએશન 394 લાખ કરોડ રૂપિયા હતી. આમ એક દિવસમાં શેર બજારના રોકાણકારોની સંપત્તિમાં 25000 કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.