દુ:ખદ@દેશ: દોઢ વર્ષની દિકરીનું તડપી-તડપીને થયું મોત,જાણો હચમચાવી મૂકે તેવી ઘટના

કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે.
 
દુ:ખદ@દેશ: દોઢ વર્ષની દિકરીનું તડપી-તડપીને થયું મોત,જાણો હચમચાવી મૂકે તેવી ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 માસુમ બાળકી સાથે બની એવી ઘટના  કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. માસુમ બાળકી ઘરમાં રમતી હતી, ત્યારે તે પાણીથી ભરેલા ટબમાં પડી ગઈ હતી. આ વાતની જાણ થતા જ પરિવારના સભ્યો બાળકીને ગંભીર હાલતમાં જિલ્લાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. બાળકીનો ચહેરો જોઈને ડોક્ટરની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. માત્ર દોઢ વર્ષની માસુમ બાળકીનું મોત થતા જ પરિવારના સભ્યો રડી રડીને અડધા થઈ ગયા છે. આ હચમચાવી દેનારી ઘટના છતરપુર માંથી સામે આવી રહે છેઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરેન્દ્ર યાદવ નામના વ્યક્તિની દોઢ વર્ષની માસુમ બાળકી પ્રજ્ઞા યાદવ ઘરમાં રમતી હતી. પ્રજ્ઞા રમતા રમતા પાણીથી ભરેલા ટબમાં પડી ગઈ હતી. આ દરમિયાન બાળકીનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. આ વાતની જાણ પરિવારના સભ્યોને થઈ ત્યાં સુધીમાં તો ઘણું બધું મોડું થઈ ગયું હતું.ત્યારબાદ પરિવારના સભ્યો ઉતાવળમાં માસુમ દિકરીને જિલ્લાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવાર અને સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.દીકરીના મોતના કારણે માતા-પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટના દરેક માતા પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે.