નિર્ણય@સંસદ: ચોમાસું સત્રમાં બંને ગૃહમાં વિપક્ષનો હોબાળો યથાવત, 2 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત

 
Loksabha

અટલ સમાચાર, ડેસ્ક

સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે પણ મણિપુર મુદે વિપક્ષ દ્વારા હોબાળો યથાવત રહેતા બંને ગૃહની કાર્યવાહી બપોર 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં મણિપુર હિંસા પર વિપક્ષ દ્વારા સરકાર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. 

આ દરમિયાન વિપક્ષી મહા ગઠબંધન INDIA એ આજે એક મહત્વની બેઠક બોલાવી હતી. વિરોધ પક્ષોના સાંસદો કાળા કપડા પહેરીને બેઠકમાં હાજર રહ્યા હતા. વિપક્ષી સાંસદોએ મણિપુર પર ચર્ચાની મંજૂરી ન આપવા અને અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ ન કરવા બદલ કેન્દ્ર સરકારના વિરોધમાં કાળા કપડા પહેર્યા હતા.

વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભા બપોર 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. તેમની માંગ છે કે પીએમ ગૃહમાં આવે અને મણિપુર મુદ્દે ચર્ચા કરે. આ બેઠક વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં થઈ હતી. મળતી માહિતી મુજબ બેઠકમાં વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાની રણનીતિ બનાવી. વિપક્ષ સરકાર પાસેથી અવિશ્વાસ પ્રસ્તાવ પર તાત્કાલિક ચર્ચાની માંગ કરશે.