ઘટના@ઉત્તરપ્રદેશ: યુવકે પોતાની પત્ની અને 3 બાળકોનો જીવ લીધા પછી કર્યું ચોંકાવનારું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દુનિયામાં કેટલીય ઘટનાઓ બને છે.આ ઘટનાઓ એવી હોય છે કે જે લોકોના કાળજું પણ કાપી નાખે એવી હોય છે. એવીજ એક દુ:ખદ ઘટના સામે આવી છે.જને જોઈને લોકો ખુબજ દુઃખી થતા જોવા મળ્યા છે.ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે પાંચેયના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા હતા.રાત્રે 11:30 વાગ્યાની આસપાસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પરિવારના પાંચેય સભ્યોને એક સાથે અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતાઆ ઘટના ઉત્તર પ્રદેશના ઝોનપુરમાંથી સામે આવી રહે છે. વિગતવાર વાત કરીએ તો નાગેશ નામનો વ્યક્તિ પોતાની પત્ની રાધિકા, બે દીકરીઓ અને એક દીકરા સાથે રહેતો હતો. ઘટનાના દિવસે નાગેશે સૌપ્રથમ પોતાની પત્ની અને ત્રણ બાળકોનો જીવ લઈ લીધો હતો અને પછી પોતે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.મળતી માહિતી અનુસાર રૂમના બેડ પરથી ત્રણ બાળકો સાથે પત્નીના મૃતદેહ મળ્યું હતું જ્યારે નાગેશનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા નાગેશના ભાઈ એ જણાવ્યું કે, નાગેશ તેના બાળકો અને પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેને તેના પરિવારને ક્યારેય દુઃખી થવા દીધું નથી. તો તેને અચાનક જ આવું પગલું શા માટે ભર્યું તે સમજાતું નથી.મંગળવારના રોજ રાત્રે 9:00 વાગ્યા સુધી બધું બરોબર હતું. મળતી માહિતી અનુસાર નાગેશે આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થતાં હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે.