બનાવ@પંજાબઃ લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટ, 2ના મોત 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


પંજાબના લુધિયાણાની કોર્ટમાં જોરદાર બ્લાસ્ટ થયો છે. અહીં સિલિન્ડર ફાટ્યો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે દીવાલ ધરાશાયી થઈ હતી જેના કારણે બે લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્લાસ્ટ ત્રીજા માળે કોર્ટ નંબર 9ની પાસે થયો છે. માનવામાં આવી રહ્યું છે કે, બ્લાસ્ટના કારણે આખી ઈમારત ધ્રૂજી ગઈ હતી અને તેના કારણે પાર્કિંગમાં રહેલી કાર પણ નુકસાન થયું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બ્લાસ્ટ ત્રીજા ફ્લોરના બાથરૂમમાં થયો છે. સૂત્રોએ જણાવ્યું કે, બાથરૂમમાં હજી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. શંકા છે કે આ મૃતદેહ આત્મઘાતી બોમ્બરનો છે. જોકે આ વિશે હજી કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું નથી. તપાસ માટે ચંદીગઢની ફોરેન્સિક ટીમ લુધિયાણા માટે રવાના થઈ ગઈ છે. આ બ્લાસ્ટ અંદાજે બપોરે સવા બાર વાગે ત્રીજા માળે આવેલા બાથરૂમમાં થયો હતો. ઘટના સ્થળ પર હાજર લોકોએ સિલિન્ડર ફાટ્યો હોવાની શંકા વ્યક્ત કરી છે. પોલીસ અને પ્રશાસન તરફથી હજી બ્લાસ્ટ વિશે કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી. જોકે અહીં હાલ કોર્ટમાં વકિલોની હડતાળ ચાલતી હોવાથી અહીં વધારે ભીડ નહતી.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

અગ્રણી પોલીસ અધિકારીઓ, પ્રશાસનના અધિકારીઓ અને બોમ્બ ડિફ્યૂઝ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસે કોર્ટ પરિસરને ચારેય બાજુથી કોર્ડન કરી લીઘી છે. શહેરમાં હાઈએલર્ટ જાહેર કરીને નાકાબંધી કરી દેવામાં આવી છે. શહેરમાં એલર્ટ એટલા માટે જાહેર કરવામાં આવ્યું છે કારણકે આજે અહીં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની એક જનસભા સંબોધવાના હતા.બ્લાસ્ટ પછી મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું કે, ચૂંટણી નજીક આવતા જ દેશ અને પંજાબમાં વિરોધી તાકાત વાતાવરણ ખરાબ કરી રહી છે. આ ઘટનામાં જે પણ દોષિત હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું અત્યારે ખેડૂતો સાથે મીટિંગમાં છું. તે પૂરી કરીને તુરંત લુધિયાણા જઈશ. ત્યાં જઈને સમગ્ર ઘટનાની માહિતી મેળવીશ. સરકાર આ મામલે સંપૂર્ણ એલર્ટ છે. લોકોએ પણ સચેત રહેવાની જરૂર છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમુક એજન્સીઓ દ્વારા આ પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.