તરકીબ@દેશ: કૂતરાઓનો જીવ બચાવવા યુવકે જબરું કામ કર્યું, સોશ્યલ મીડીયામાં ગયો ફેમસ

સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ પ્રકારના ઘણા વિડીયો વાયરલથતા હોય છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દુનિયામાં ઘણા એવા લોકો છે જેઓ હંમેશા લોકોની મદદ કરતા હોય છે. ત્યારે આજે આપણે તેવા જતી વ્યક્તિ વિશે વાત કરવાના છીએ.આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં નાખીને ધાબા ઉપર ફસાયેલા કૂતરાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો આ વ્યક્તિના કામના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ વ્યક્તિ ઊંચાઈથી ખૂબ જ ડરતો હતો.પરંતુ તેમ છતાં પણ તે પોતાના ડરને પાછળ છોડીને મુશ્કેલીમાં પડેલા કૂતરાની મદદ કરવા માટે પોતાનો જીવ જોખમમાં નાખીને કૂતરાને બચાવવાના પ્રયાસો કરે છે. જાણવા મળી રહ્યું છે કે એક બિલ્ડિંગમાં આગ લાગી હતી,જ્યાં ઘણા બધા કૂતરા ફસાઈ ગયા હતા. આવી પરિસ્થિતિમાં એક વ્યક્તિ હિંમત બતાવી અને રેલિંગની મદદથી બિલ્ડીંગના છત પર ચડી જાય છે.પછી ત્યાં હાજર કુતરાઓનો જીવ બચાવી લે છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ વ્યક્તિએ 25 કૂતરાઓનો જીવ બચાવ્યો છે.આ વ્યક્તિએ પોતાના જીવની પરવા કર્યા વગર બિલ્ડિંગના છત પર ચડ્યો હતો અને કુતરાઓનો જીવ બજાવ્યો હતો. વાયરલ થયેલો વિડિયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર goodnews_movement નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે