વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો,જાણો નવા ભાવ

  • સોનાની કિંમત આજે 56,000ની નજીક
 
વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો,જાણો નવા ભાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

 સોના-ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડો થતો  જ રહેતો હોય છે. સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો. 

 મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત આજે 56,000 ની નજીક છે. આ સિવાય ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીની કિંમત MCX પર આજે 67,000 ની નજીક છે. આ સિવાય વૈશ્વિક બજારમાં ભારે ઘટાડાથી સોનાની કિંમત 7 મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે.આજે પણ મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું સતત બીજા દિવસે સસ્તું થયું છે. આજે MCX પર સોનું 0.18 ટકા ઘટીને 56827 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. આ સિવાય ચાંદી 0.52 ટકા ઘટીને 67042 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે.

વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અહીં સોનાની કિંમત 1815 ડોલર પ્રતિ ઔંસની નીચે પહોંચી ગઈ છે. આ 7 મહિનામાં સોનાની સૌથી નીચી સપાટી છે. કોમેક્સ પર ચાંદીની કિંમત 21.19 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ભવિષ્યમાં સોનું વધુ સસ્તું થઈ શકે છે.

દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 52,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ સિવાય મુંબઈમાં તેની કિંમત 52,590 રૂપિયા, ગુરુગ્રામમાં 52,750 રૂપિયા, કોલકાતામાં 52,590 રૂપિયા, લખનૌમાં 52,750 રૂપિયા અને જયપુરમાં 52,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમે જે નંબર પરથી મેસેજ કરશો તે જ નંબર પર તમારો મેસેજ આવશે.