રિપોર્ટ@દેશ: ધનતેરસ પર આ રીતે અસલી-નકલીની તપાસ કરીને પછી જ ખરીદજો ઘરેણાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે સરકારે હવે સોનાના ઘરેણાં પર હોલમાર્કિગ અનિવાર્ય કરી દીધું છે. પરંતુ, કેટલાક લોકો હજુ પણ નકલી હોલમાર્કિંગ લગાવીને ભેળસેળવાળા સોનાના ઘરેણાં વેચી રહ્યા છે. હોલમાર્કિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ પણ માન્યું છે કે, કેટલાક લોકો સોનાના ઘરેણાં પર નકલી હોલમાર્કિંગ કરી રહ્યા છે. એટલા માટે જો તમે પણ ધનતેરસ પર ઘરેણાં ખરીદો તો હોલમાર્કિંગ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો.
આ વાતની તપાસ અવશ્ય કરો કે હોલમાર્ક અસલી છે કે નકલી.
હોલમાર્કિંગ સોનાની શુદ્ધતાની ગેરેન્ટી હોય છે. હોલમાર્ક દરેક આભૂષણ પર લાગનારું એક નિશાન છે, તેમાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)નો લોગો, તેની શુદ્ધતા આપવામાં આવી છે. તેની સાથે જ ટેસ્ટિંગ સેન્ટર વગેરેની પણ જાણકારી હોલમાર્કિંગમાં મળે છે. દરેક ઘરેણાંમાં સોનાની માત્રા જુદી-જુદી હોય છે, જે તેની શુદ્ધતા એટલે કેરેટના આધાર પર નક્કી થાય છે. ઘણીવાર જ્વેલર્સ ઓછા કેરેટના આભૂષણો પર ઊંચી કેરેટની કિંમતો વસૂલે છે. તેને ખત્મ કરવા માટે હોલમાર્કિંગને અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે.
ખરીદાત માત્ર હોલમાર્કિંગનું ચિહ્ન જોઈને જ ખરીદી કરી લે છે. મોટાભાગના લોકો ઘરેણા ખરીદતા સમયે તેના પર બનેલું ચિહ્ન અસલી છે કે નકલી તેની ઓળખ કરતા નથી. પછી નકલી હોલમાર્કિંગ ઘરેણાં વેચનારો કારોબારી તેનો ફાયદો ઉઠાવી લે છે. હંમેશા વેચાણના સમયે જ નકલી હોલમાર્કિંગનો ખુલાસો થાય છે.
સરકારે ગત 1 જુલાઈથી ગોલ્ડ જ્વેલરીના હોલમાર્કિંગના સંકેતોમાં બદલાત કરતા સંકેતોની સંખ્યા ત્રણ કરી દીધી છે. પહેલો સંકેત BIS હોલમાર્કનો હોય છે. આ એક ત્રિકોણાકાર ચિહ્ન હોય છે. બીજો સંકેત શુદ્ધતા વિશે જણાવે છે. એટલે કે તેના દ્વારા ખબર પડે છે કે, ઘરેણું કેટલા કેરેટ સોનાથી બનેલું છે. ત્રીજો સંકેત 6 ડિજિટનો એક અલ્ફાન્યૂમેરિક કોડ હોય છે, જેને HUID નંબર કહેવામાં આવે છે. HUID એટલે હોલમાર્ક યૂનિક આઈડેન્ટિફિકેશન નંબર હોય છે. આ 6 ડિજિટના કોડમાં લેટર ઓફ ડિજિટ્સ સામેલ હોય છે. હોલમાર્કિંગના સમયે દરેક જ્વેલરીને એક HUID નંબર એલોટ કરવામાં આવે છે. આ નંબર યૂનિક હોય છએ. તેનો અર્થ છે કે, એક જ HUID નંબરની બે જ્વેલરી ન હોઈ શકે.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ કેર એપ (BIS Care App) નામના એક મોબાઈલ એપથી તમે હોલમાર્ક જ્વેલરીની તપાસ કરી શકો છો. BIS કેર એપને ડાઉનલોડ કરીને આમાં તમારું નામ, ફોન નંબર અને ઈમેઈલ આઈડી નાખવું પડશે. પછી તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી ઓટીટી દ્વારા વેરિફાઈ કરવો પડશે. વેરિફિકેશન બાદ જ આ એપનો ઉપયોગ કરી શકાશે. આમાં વેરિફાઈ HUID સેક્શનમાં જઈને તમારો HUID નંબર નાખીને ઘરેણાંની ગુણવત્તા, નિર્માણ વગેરે સંબંધિત જાણકારીઓ પ્રાપ્ત કરી શકાય છે.