વેપાર@દેશ: ઓક્ટોબરમાં ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ 11.49% નો ઘટાડો

પરંપરા મુજબ પરિવાર તરફથી સોનાની ભેટ આપવામાં આવે 
 
વેપાર@દેશ: ઓક્ટોબરમાં ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ 11.49% નો ઘટાડો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઓક્ટોબરમાં ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ 11.49 ટકા ઘટીને રૂ. 22,873.19 કરોડ એટલેકે 2,748.0 કરોડ ડોલર થઈ છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ GJEPC એ આ માહિતી જાહેર કરી છે. ડેટા અનુસાર ગયા મહિને કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ (CPD)ની નિકાસમાં 32.70 ટકાનો ઘટાડો થયો છે. તેમની નિકાસ ઘટીને રૂ. 10,495.06 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આ આંકડો 15,594.49 કરોડ રૂપિયા હતો.

લેબોરેટરીમાં ઉગાડવામાં આવેલા પોલિશ્ડ ડાયમંડ (LGD)ની કુલ નિકાસ ઓક્ટોબરમાં 23.01 ટકા ઘટીને રૂ. 1,135.16 કરોડ થઈ હતી. GJEPCના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું - ઓક્ટોબરમાં કુલ જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં ઘટાડો નોંધાયો હતો. અમેરિકા જેવા મોટા બજારોમાં ઘટતી માંગ અને હીરાના પુરવઠામાં વિક્ષેપને કારણે આ ઘટાડો થયો છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે ક્રિસમસ દરમિયાન બજારમાં તેજી આવશે.

જોકે, ઓક્ટોબરમાં સોનાની જ્વેલરીની નિકાસ 33.48 ટકા વધીને રૂ. 8,619.38 કરોડ થઈ હતી. સોનાના સતત વધતા ડેમ પણ ક્યાંક અસર કરી રહ્યં હોવાનું અનુમાન છે. ફેસ્ટિવલ બાદ મેરેજ સીઝન આવે છે. ભારતીય પરંપરા મુજબ પરિવાર તરફથી સોનાની ભેટ આપવામાં આવે છે. આ સીઝન દરમિયાન સોનાની ખરીદી ફરી વધવાની આશા સેવાઈ રહી છે.